કર્ણાટકમાં ભારે વરસાદને કારણે 22 ઓક્ટોબરે Bengaluru માં એક અન્ડરકન્સ્ટ્રક્શન ઈમારત પડી ગઈ હતી. Bengaluru બાબુસાપલ્યા વિસ્તારમાં બનેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. 13 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે અને છ ઘાયલ થયા છે. કાટમાળમાં 21 લોકો ફસાયા હતા. હજુ વધુ લોકો ફસાયા છે કે કેમ તે શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું – બિલ્ડિંગના માલિક ભવાન રેડ્ડી અને કોન્ટ્રાક્ટર મુનિયપ્પાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડિંગમાં માત્ર ચાર માળ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ સાત માળનું નિર્માણ થઈ રહ્યું છે.
આ ઈમારત બે વર્ષથી નિર્માણાધીન હતી, છતાં બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMC) એ તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. અમે મદદનીશ કાર્યપાલક ઈજનેર, પ્રાદેશિક કમિશનર અને જોઈન્ટ કમિશનરને પૂછપરછ કરી છે. અધિકારીઓએ ભૂલ કરી છે. તેને બોલાવવામાં આવશે.
આ પણ વાંચો: Cyclone Dana: પશ્ચિમમાં ત્રાટકશે આફત, હવામાન વિભાગની આગાહી
કર્ણાટકમાં આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષી પાર્ટી JDSએ કોંગ્રેસ પર બેંગલુરુની દુર્દશા સર્જવાનો આરોપ લગાવ્યો છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે દુબઈ અને દિલ્હીમાં શું થઈ રહ્યું છે તે તમે જોયું જ હશે. દેશના ઘણા ભાગોમાં આવી જ સ્થિતિ છે. આપણે પ્રકૃતિને રોકી શકતા નથી, પરંતુ આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ.