બંગાળની ખાડીમાંથી ઉદ્દભવતું Cyclone Dana 25 ઓક્ટોબરે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ટકરાશે. હવામાન વિભાગના મહાનિર્દેશક (IMD) મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે તેની સૌથી વધુ અસર ઓડિશા પર પડશે. જો કે તેની અસર અન્ય રાજ્યો પર પણ પડશે.
Cyclone Dana ના આગમન પહેલા જ કર્ણાટક અને તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા મંગળવારે સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. આ પછી તે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. બુધવાર સુધીમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. IMD અનુસાર, આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 110 થી 120 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.
આ પણ વાંચો: BRICS 2024: આવતીકાલે ભારત – ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક
મંગળવારે, IMD એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, દક્ષિણ ભારતના પુડુચેરી અને પૂર્વ ભારતના ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આંધ્રપ્રદેશના રાયલસીમા વિસ્તારમાં ભારે વરસાદ સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. પુડુચેરીમાં વીજળી પડવાની સંભાવના છે.
ઓડિશાએ બગડતા હવામાનને ધ્યાનમાં રાખીને NDRF ની 10 વધારાની ટીમોની માંગણી કરી છે. આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલની NDRF ટીમો પહેલેથી જ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચી રહી છે. આ સિવાય એડિશનલ સ્પેશિયલ રિલીફ કમિશનર પદ્મનાવ બેહરાએ કહ્યું કે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRF)ની 17 ટીમો 10 જિલ્લામાં તૈનાત કરવામાં આવશે. ODRFની અન્ય ત્રણ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે.