22 વર્ષ પૂર્વે 7મી ઓક્ટોબર, 2001ના દિવસે ઉગેલો સૂર્ય ગુજરાત માટે એક અલગ ઉર્જા લઈને આવ્યો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યાં બાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા કવચ આપવા માટે “મા” અને “મા-વાત્સલ્ય” યોજના શરૂ કરી.
મુખ્યમંત્રીએ શરૂ કરાવેલી “મા” અને “મા-વાત્સલ્ય” યોજના જ આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના બની. આ યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
આજે, ગુજરાતમાં PMJAY-MA કાર્ડ ધારકો વાર્ષિક રૂ. 10 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર મેળવી રહ્યા છે. ગુજરાતમાં કુપોષણ એક ભયંકર પડકાર હતો. એવા હજારો બાળકો હતા જેઓ પોતાના પહેલો જન્મદિવસ પણ જોઈ શક્યા ન હતા. હજારો બાળકો એવા પણ હતાં જેઓ જન્મથી જ માતા વિનાના બની ગયા હતાં. ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે કુપોષણ સામે મોટી લડાઈ શરુ કરી. સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકોને તેમના ઘરે પૌષ્ટિક ખોરાક માટે રાશન પહોંચાડવાનું શરૂ કરાયું.
સુનિયોજિત પ્રયાસોને લીધે જ હોસ્પિટલમાં પ્રસૂતિની ટકાવારી 99.5% સુધી પહોંચી. પોષણ ટ્રેકર ડેશબૉર્ડથી મોનિટરિંગ શરૂ કરાયું. આંગણવાડીઓને ઊંચાઈ અને વજન માપવાના સાધનો પૂરા પાડવામાં આવ્યાં
આંગણવાડીઓમાં પોષણયુક્ત આહાર પહોંચાડવામાં આવ્યાં. શાળાઓમાં દૂધની થેલીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવાનું શરૂ કરાયું હતું. કૂપોષણ સામેના આ યુદ્ધમાં અંતે ગુજરાત જીત્યું. જેથી કરીને માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં કુપોષણને દૂર કરવા માટે વિશેષ ‘દૂધ સંજીવની યોજના’ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સપ્તાહમાં ત્રણ દિવસ શાળામાં જ ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવામાં આવે છે.