કહેવાય છે કે ખરાબ કર્મોની સજા ખરાબ જ હોય છે, આન્ધ્રપ્રદેશમાં આ વાત સાચી સાબિત થઇ છે, અહીં એક ચોર મંદિરમાં ઘરેણાની ચોરી કરવા દિવાલમાં બાકોરુ પાડ્યું, પરંતુ તે ખુદ જ તેમાં ફસાઇ ગયો..અને સર્જાયા આ હાસ્યાસ્પદ દ્રશ્યો.
આન્ધ્રના શ્રીકાકુલમના જામી યેલમ્મા મંદિરની આ ઘટના છે, જ્યાં પાપા રાવ નામનો ચોર ચોરી કરવા પહોંચી ગયો..તે મંદિરની પાછળના ભાગે બનેલી નાની બારી તોડીને અંદર પ્રવેશી ગયો. ભગવાનની મૂર્તિઓ પર ચઢાવવામાં આવેલા આભૂષણો ચોરી પણ લીધા. ચોરેલા ઘરેણા લઇને તે બાકોરામાંથી પાછો જવાની કોશીશ કરે પરંતુ તે જઇ શકતો નથી અને ત્યાં જ ફસાઇ જાય છે.
તેણે ઘણી મહેનત કરી પરંતુ તે નતો પાછો મંદિરમાં જઇ શક્યો અને નતો મંદિરની બહાર આવી શક્યો.. કલાકો બાદ તેણે રોકકડ કરીને લોકોને મદદ માટે બૂમ પાડી..લોકોએ તેને બહાર નીકાડીને પોલીસના હવાલે કરી દીધો.