Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeNATIONALપ્રધાનમંત્રીની ભેટ વિશ્વકર્મા યોજનાનો કેવી રીતે લેશો લાભ?

પ્રધાનમંત્રીની ભેટ વિશ્વકર્મા યોજનાનો કેવી રીતે લેશો લાભ?

Share:

પુરાણો અનુસાર વિશ્વના રચયિતા એટલે ભગવાન વિશ્વકર્મા. અને તેમના વંશજો એટલે મિસ્ત્રી, કુંભાર, દરજી, લુહાર. નાના-મોટો વ્યવસાય કરતાં આ લોકોને વડાપ્રધાને ભેટ આપી છે અને તે છે વિશ્વકર્મા યોજના. તમને થતું હશે કે આ યોજના છે શું ? કોને કોને લાભ મળશે અને કેવી રીતે મળશે ? કેવી રીતે રેજીસ્ટ્રૅસન કરાવવું.

PM વિશ્વકર્મા યોજના પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને મદદ કરવા માટેની એક યોજના છે. આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન ઉદાર શરતો પર આપવામાં આવશે. આ યોજના શરૂ થવાથી દેશભરના લગભગ 30 લાખ વિશ્વકર્મા પરિવારોને ફાયદો થઈ શકે છે. આ યોજનાનો હેતુ સુથાર, કડિયા, કુંભાર, લુહાર કે પછી આવા કામ કરતા કારીગરોનો વિકાસ કરવાનો અને તેમને મુખ્યધારા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના દ્વારા પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકારના મતે આ ધ્યાન માત્ર કારીગરો અને કારીગરોને આર્થિક સહાય પૂરી પાડવાથી જ નહીં પરંતુ વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલા દ્વારા સમૃદ્ધ બનાવવાની ઇચ્છા દ્વારા પણ પ્રેરિત છે. PM વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.15000નું ટૂલકીટ પ્રોત્સાહન મળશે. તેમજ લાભાર્થીઓને રોજના રૂ.500 સ્ટાઈપેન્ડ સાથે બેઝિક સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ યોજના હેઠળ ગુરુ-શિષ્ય પરંપરા અથવા હાથ અને સાધનોથી કામ કરતા કારીગરોના પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત બનાવવા અને પોષવાનો પ્રયાસ થશે.

રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું?
આ યોજનામાં રૂ.13,000 કરોડનો ખર્ચ થશે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. વિશ્વકર્માનું ફ્રી રજિસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટર્સ થકી બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને થઈ શકશે. લાભ લેવા યોગ્ય ઉમેદવારોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા સર્ટીફીકેટ અને આઈ-કાર્ડ અપાશે. તેમને આધુનિક તાલીમ સાથે સંબંધિત કૌશલ્ય સંવર્ધન, રૂ. 15,000નું ટૂલકિટ પ્રોત્સાહન, 5 ટકાના વ્યાજદરે રૂ. 1 લાખ સુધીની કોલેટરલ ફ્રી ક્રેડિટ (પ્રથમ હપ્તો) અને રૂ. 2 લાખ (બીજો હપ્તો)ની સહાય આપવામાં આવશે. તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન અને માર્કેટિંગ સપોર્ટ પણ મળશે.

વિશ્વકર્મા યોજના હેઠળ શું મળશે લાભ?
નાના-મોટો વ્યવસાય કરતાં લોકો આત્મનિર્ભર બનશે
તાલુકા, જિલ્લા મથકોમાં તાલીમ કાર્યક્રમ શરૂ થશે
લાભાર્થીને ટ્રેનિંગ સેશન મળશે
ટ્રેનિંગ સેશનના માધ્યમથી રોજગારીની તકો વધશે
તાલીમ મેળવતા કારીગરોને અર્ધકુશળ વેતન જેટલી આર્થિક સહાય અપાશે
કારીગરો અને શિલ્પકારો ગુણવત્તામાં સુધારો કરી શકશે
ડોમેસ્ટિક અને ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં સંકલન સાધી શકશે

યોજનાનો લાભ લેવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા અરજદારની ઉંમર 18 વર્ષ કે પછી તેથી વધુ હોવી જોઈએ. ઉમેદવારને યોજનાનો લાભ લેવા આધાર કાર્ડ, ઓળખકાર્ડ, રહેણાંકનો પુરાવો, મોબાઈલ નંબર, જાતિનું પ્રમાણપત્ર, બેન્ક એકાઉન્ટની પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો અને શિલ્પકારોની સ્કીલને નિખારવાનો છે. આ યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારો સુધી પ્રોડક્ટ અને સેવાઓની પહોંચ વધુ સારી બનશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments