Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeTOP STORIESવોટ્સએપમાં આવી રહ્યા છે મોટા નવા ફેરફાર

વોટ્સએપમાં આવી રહ્યા છે મોટા નવા ફેરફાર

Share:

હવે વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા બધા જ ફીચર તમને મળશે. કારણકે તમે ચેટને સીક્રેટ કોડથી લૉક પણ કરી શકશો. મેસેજને પિન કરવામાં પણ હવે તમને ઓપશન્સ મળશે અને એ પણ 3.જી હા, કેટલા નવા નવા ગજબ ફીચર વોટ્સએપ તમારા માટે લાવી રહ્યું છે જાણીયે.

જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. વોટ્સએપમાં આ ઘણા બધા નવા ફીચર આવશે. જી હા કારણકે…..વોટ્સએપ સૌથી યુઝર ફ્રેન્ડલી મેસેજિંગ એપ છે. વર્લ્ડમાં આ એપ વાપરનારા લોકોની સંખ્યા 2 અબજથી વધુ છે. જેથી વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતુ રહે છે. બેસ્ટ ચેટિંગ એક્સપિરિયન્સ આપવા માટે નવા નવા અપડેટ લાવતું રહે છે અને સાથે જ આ સેફટી અને સિક્યોરીટી પર પણ ધ્યાન રાખે છે.

વોટ્સએપમાં કયા છે નવા ફીચર?
સીક્રેટ કોડથી ચેટને કરી શકશો લોક
કોડ આવવાથી કોલિંગ દરમિયાન આઈપી એડ્રેસ સેફ રહેશે
સર્ચ ફીચર થશે એડ
ચેનલ અને સ્ટેટસ અપડેટને લઇ સર્ચ કરી શકશો
મેસેજને પિન કરવામાં પણ હવે ઓપશન્સ મળશે
24 કલાક, 7 દિવસ અને 30 કલાકનો ઓપ્શન મળશે
ઇન્સ્ટાગ્રામ જેવું અવતાર ફીચર થશે એડ
હવે તમે તમારો અવતાર વિડિઓ કોલમાં એડ કરી શકશો
આઈપી એડ્રેસ માટે આવશે પ્રાઈવેસી ફીચર
ટેલીગ્રામની જેમ કોલિંગ દરમ્યાન આઈપી એડ્રેસને હાઇડ કરી શકશો
યુઝર્સ 2 વીક સુધી સ્ટેટસ લાઈવ રાખી શકશે
સ્ટેટસ લાઇવ રાખવા માટે અપાશે ચાર વિકલ્પો

વોટ્સએપના આ બધા જ ફીચર તો જ મળશે તમને જો તમને આ અપડેટની ખબર હશે બાકી તમારું વોટ્સએપ 24 ઓક્ટોબરથી બંધ થઇ જશે. અત્યારે વોટ્સએપ એ એન્ડ્રોઈડ ફોન પર કામ કરી રહ્યું છે જેનું વર્ઝન 4.1 અથવા તેનાથી નવું છે.પરંતુ 24 ઓક્ટોબરથી WhatsApp માત્ર Android 5.0 અથવા તેના નવા વર્ઝનવાળા ફોન પર જ કામ કરશે. જો તમને ખબર નથી કે તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડ OS વર્ઝન 4.1 અને તેથી વધુ જૂના વર્ઝન પર ચાલે છે કે નહીં, તો તમે તમારા ડિવાઇસના સેટિંગ મેનૂમાં જઈને ચેક કરી શકો છો. આ માટે તમારે સેટિંગ્સમાં જવું પડશે. પછી તમારે About Phone પર ટેપ કરવાનું રહેશે. આ પછી તમે સોફ્ટવેર વિગતો પર જાઓ. તમારું Android વર્ઝન ‘Versions’ કેટેગરી હેઠળ સૂચિબદ્ધ થશે.

WABetaInfoની લેટેસ્ટ રિપોર્ટમાં ફીચર વિશે જણાવવામાં આવ્યું છે. વધુમાં વોટ્સએપ તેના એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચેટ ઇન્ટરફેઝને ફરી ડીઝાઇન કરી રહ્યું છે એટલે કે એપના કલરમાં અને આઇકનમાં પણ ફેરફાર જોવા મળશે. એટલે હવે વોટ્સએપ પહેલા કરતા યુઝ કરવામાં વધુ અટ્રૅક્ટિવ અને સરળ થઇ જશે. જો કે થોડા દિવસ પહેલા જ ચેનલ ફીચર પણ એડ કર્યું છે. એટલે કહી શકાય કે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા ફીચર વોટ્સએપમાં પણ આવી જશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments