Jammu-Kashmir ના પૂંછમાં આજે રોજ થયેલા આતંકવાદી હુમલામાં એરફોર્સના પાંચ જવાનો ઘાયલ થયા હતા. જેમાંથી 2ની હાલત નાજુક છે. તેઓને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. Jammu-Kashmir ના પૂંછના શાહસિતાર વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર ભારે ગોળીબાર કર્યો હતો. એક વાહન એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા.
આતંકવાદીઓની શોધ શરૂ
હુમલા બાદ તરત જ રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો હતો. હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એરફોર્સના વાહનોને એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે.
બાંદીપોરામાં આતંકવાદીઓનું ઠેકાણું નષ્ટ
શુક્રવારે, 3 મેના રોજ, ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક આતંકવાદી છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને બે AK રાઇફલ્સ અને દારૂગોળો મળી આવ્યો હતો. બાંદીપોરા પોલીસે કહ્યું છે કે, માહિતીના આધારે, સુરક્ષા દળો સાથે મળીને એક ઓપરેશનમાં, તેઓએ અરગામના ચાંગાલી જંગલમાં આતંકવાદી છુપાયેલા ઠેકાણામાંથી બે એકે શ્રેણીની રાઈફલો, દારૂગોળો અને ચાર મેગેઝીન જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: PM Modi: 07 મેના રોજ કરશે મતદાન, 14 મેના રોજ ભરશે નામાંકન