હાલમાં સોશિયલ મીડિયામાં, સમાચાર પત્રોમાં, તમામ ટીવી ન્યૂઝ ચેનલોમાં માત્રને માત્ર આ યુવતીની ચર્ચા છે. જેણે દંભી સમાજની રૂઢીચુસ્તતા પર એક જોરદાર તમાચો માર્યો છે. આ યુવતીએ સ્વની(સ્ત્રીની, સ્ત્રીપણાની) આઝાદી ખાતર પોતાના શરીર પરના કપડા ઉતારીને વિશ્વની આંખો ખોલી નાખી. એક સ્ત્રી જ્યારે રણચંડી બને છે ત્યારે ભલભલા પરસેવા છોડાવી દે છે.
આ દ્રશ્ય Iran ની રાજધાની Tehran ના ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની વિજ્ઞાન અને સંશોધન શાખાનું છે. 2 નવેમ્બર 2024 ના રોજ, એક છોકરીએ તેના કપડાં ઉતાર્યા અને ઇનરવેર પહેરીને ફરવા લાગી. તેની આસપાસની તમામ છોકરીઓ હિજાબ અને ઇસ્લામિક ડ્રેસમાં જોવા મળે છે.
શું છે સમગ્ર ઘટના?
ઈરાનની રાજધાની Tehran ની આઝાદ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં અહોઉ દર્યાઈ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. દરરોજની જેમ શનિવારના રોજ આહૌ દરિયાઇ યુનિવર્સિટીમાં આવ્યો હતો. ઈરાનની સરકારી મીડિયા ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી ડ્રેસ કોડ મુજબ પોશાક પહેરીને આવ્યો ન હતો. સુરક્ષાકર્મીઓએ તેને ચેતવણી આપી અને શાંતિથી વાત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, આ પછી વિદ્યાર્થી ગુસ્સે થઈ ગયો હતો અને ગાર્ડ સાથે ગેરવર્તન કર્યું હતું. તે જ સમયે, ઈરાની ન્યૂઝલેટર અમીર કબીરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ સંસ્થાના ડ્રેસ કોડ નિયમોના વિરોધમાં તેના કપડાં ઉતારી દીધા. વિદ્યાર્થિનીએ તેના કપડાં ઉતાર્યાના થોડા સમય બાદ ઈરાની પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધી હતી.
આ પણ વાંચો: November Horoscope: જાણો કેવી રહેશે આપની દિવાળી?
ઈરાનનું બંધારણ કલમ 20 દ્વારા સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતાની વાત કરે છે. આ સિવાય કલમ 21 દ્વારા મહિલાઓને કાર ચલાવવા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદામાં યુનિવર્સિટીઓ અને જાહેર સ્થળોએ મહિલાઓના કપડા પહેરવાનો ઉલ્લેખ છે. આ અંતર્ગત જાહેર સ્થળોએ ઉશ્કેરણીજનક વસ્ત્રો પહેરનાર મહિલાઓને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં ડ્રેસ કોડ સંબંધિત કાયદો ઓગસ્ટ 2022માં વધુ કડક બનાવવામાં આવ્યો છે.આ કાયદાનો ભંગ કરનાર મહિલાઓને 74 કોરડા અને 35,000 રૂપિયા સુધીના દંડની સજા કરવા માટે કહેવામાં આવ્યું છે.