વડોદરામાં 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝની યજમાની Lakshmi Vilas Palace માં થવાની છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇ-પ્રોફાઇલ મુલાકાતની ઝીણવટભરી તૈયારીઓ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.
બંને દેશોના પ્રધાનમંત્રીના સ્વાગત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રકારની વ્યવસ્થા માટે વિચારણા હાલમાં ચાલી રહી છે. સૌ સંસ્થાઓને આ બાબતે આગામી દિવસોમાં માહિતી આપવામાં આવશે. ખાસ કરીને સંપૂર્ણ રૂટની વ્યવસ્થા સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા અને આ ઐતિહાસિક MOU Lakshmi Vilas Palace માં થવાનું છે.
તેમના આગમનની અપેક્ષાએ, કોર્પોરેશને સમગ્ર શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. મુખ્ય માર્ગો, ડિવાઈડર, ફૂટપાથ અને જાહેર સ્થળો જેવા મુખ્ય વિસ્તારોની સફાઈ કરવામાં આવી રહી છે અને રસ્તાના સમારકામની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. શહેરને સુંદર બનાવવાના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેમાં નવા પેઇન્ટ જોબ્સ, વૃક્ષારોપણ અને મુખ્ય માર્ગો પર દિવાલો પર વાઇબ્રન્ટ ભીંતચિત્રોનો સમાવેશ થાય છે, જે તેમને રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે એક વિઝ્યુઅલ ટ્રીટ બનાવે છે.
આ પણ વાંચો: BRICS: 16મી સમિટ રશિયાના કઝાનમાં યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ આગામી 28 ઓક્ટોબરે વડોદરા આવશે. જેને લઈને આજે વડોદરાના જૂના એરપોર્ટ ખાતે વડોદરા શહેર પોલીસ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને CISF ના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદી અને પેડ્રો સાન્ચેઝની સુરક્ષાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ બંને દેશના PMના આગમન પૂર્વે સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળ અને રૂટ પરની કામગીરીની સમીક્ષા કરવા વડોદરા આવી પહોંચ્યા હતા.