રોહિત શેટ્ટીની ‘Singham Again’ આ દિવાળી પર 1લી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સુક છે. કારણ કે આ વખતે માત્ર એક-બે નહીં પરંતુ ઘણા સુપરસ્ટાર જોવા મળવાના છે. તેની રિલીઝ પહેલા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફિલ્મ માટે કોણે સૌથી વધુ ફી વસૂલ કરી છે.
સૌથી પહેલા વાત કરીએ સિંઘમ એટલે કે અજય દેવગનની. જાગરણમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, અભિનેતાએ આ ફિલ્મ માટે 35 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર ‘સૂર્યવંશી’ તરીકે ફિલ્મમાં એન્ટ્રી કરશે. અક્ષયે રોહિતની ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા લીધા છે. આ વખતે ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા આવનાર અભિનેતા અર્જુન કપૂરને 6 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે.
આ વખતે રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ તેના રોલ માટે 3 કરોડ રૂપિયા ફી લીધી છે. આ વખતે ‘Singham Again’ માં રણવીર સિંહ એકલો નહીં પરંતુ તેની લેડી લવ દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. આ માટે અભિનેતાને 10 કરોડ રૂપિયાની ફી મળી છે.
આ પણ વાંચો: Dharma Productions: હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લીધી એન્ટ્રી!
જ્યારે દીપિકા પાદુકોણને ફિલ્મમાં પોલીસ ઓફિસર બનવા માટે 6 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. કરીના કપૂર ફરી એકવાર ફિલ્મોમાં અજય દેવગનની પત્નીનો રોલ કરવા જઈ રહી છે. આ માટે તેને 10 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.