Varanasi માં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. ભક્તોએ માતા ગંગાના કિનારે 84 ઘાટ અને 700 મઠો અને મંદિરોમાં 25 લાખ દીવા પ્રગટાવ્યા હતા. 8 ઘાટ પર લગભગ 60 મિનિટ સુધી લીલા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આકાશ રંગબેરંગી દેખાતું હતું. હર હર મહાદેવના નારા સાથે લેસર શોએ દીપોત્સવની શોભામાં વધુ વધારો કર્યો હતો.

આ પહેલા 21 અર્ચક અને 42 રિદ્ધિ-સિદ્ધિએ માતા ગંગાની મહા આરતી કરી હતી. આરતીમાં રેકોર્ડ એક લાખ લોકોએ ભાગ લીધો હતો. લોકો આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. દશાશ્વમેધ અને અસ્સી ઘાટ પર પ્રવાસીઓની ભારે ભીડ હતી. ચાલવું મુશ્કેલ બની રહ્યું હતું. ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ફ્રાન્સ સહિત 40 દેશોના મહેમાનો દેવ દિવાળીના દર્શન કરવા આવ્યા હતા. અનુમાન મુજબ, વિશ્વભરમાંથી 15 લાખ લોકો કાશી પહોંચ્યા હતા.

આ પણ વાંચો: AQI: દિલ્હીની ‘પ્રદૂષિત હવા’ જીવલેણ!
વારાણસીના રામજન્મ યોગીએ શંખનાદ કર્યો. 63 વર્ષના રામજન્મ યોગીએ અટક્યા વિના 3 મિનિટ સુધી શંખ વગાડ્યો. Varanasi ના દશાશ્વમેધ ઘાટ પર દેવ દિવાળી પર ગંગા આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હતો. તેઓ ક્રુઝ પર હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને સીએમ યોગીએ કાશીમાં ડમરુ વગાડ્યું હતું. ક્રુઝમાં સવાર થઈને ગંગા આરતીમાં ભાગ લીધો. લેસર શો અને ફટાકડા જોયા.