જો આપ ચટાકેદાર, મસાલેદાર, બટરમાં લથબથ ભાજીપાઉં ખાવાના શોખીન હોવ તો આ પોસ્ટ માત્રને માત્ર આપના માટે જ છે. આવી ટેસ્ટી ભાજીભાઉ ખાવા માટે આપે ક્યાંય જવાની જરૂર નથી. આપ આપના ઘરે જ આ ભાજીપાઉંનો સ્વાદ માણી શકો છો. તો થઇ જાવ તૈયાર..
ભાજીપાઉં બનાવવા માટેની જરૂરી સામગ્રીઃ
- બટાકા
- વટાણા
- ટામેટા
- કેપ્સીકમ
- લસણ
- આદું
- હળદર
- લીલા મરચાં
- લાલ મરચું પાઉડર
- ધાણાજીરુ પાઉડર
હવે રીત પણ શીખી લોઃ
એક પેન માં બટર નાખો પછી તેમાં કેપ્સીકમ નાખી ને થોડી વાર શેકાઈ ગયા પછી ડુંગળી અને ટામેટા નાખી શેકાઈ ગયા પછી બાફેલા બટાકા, વટાણા, નાખી તેમાં લાલ મરચું, હળદર, ધણા-જીરું પાઉડર નાખી પેસ્ટ તૈયાર કરો. થોડું ફ્રાય કર્યા બાદ જરૂરિયાત મુજબનું પાણી નાખીને ગ્રેવી તૈયાર કરો. લો મજેદાર સ્વાદિષ્ટ ભાજી તૈયાર.
હવે આ તો થઇ ગરમા ગરમ ભાજી તૈયાર. પરંતુ તે પાઉં વગર અધૂરી છે. એટલે તમારે બેકરી પરથી પાઉં ખરીદવા પડશે. અને તવા પર બટરમાં તેને ગરમ કરીને ગરમા ગરમ ભાજીપાઉંનો સ્વાદ માણી શકશો. આપ આ ભાજીને રોટલી સાથે કે પરાઠા સાથે પણ ખાઇ શકો છો. પણ હા ગરમાગરમ ભાજીમાં બટર નાખવાનું ન ભૂલતા..યમ્મી…