Wednesday, 23 Apr, 2025
spot_img
Wednesday, 23 Apr, 2025
HomeHOLIDAY RECIPESઘરે જ બનાવો હોટેલને પણ ટક્કર મારે તેવા સ્વાદિસ્ટ મલાઇ કોફ્તા

ઘરે જ બનાવો હોટેલને પણ ટક્કર મારે તેવા સ્વાદિસ્ટ મલાઇ કોફ્તા

સૌ પ્રથમ પનીરને મસળી લેવું, જે રીતે લોટ બાંધીએ તે રીતે પનીરને બરાબર મસળી લેવું. પનીરને ત્યાં સુધી મસળવું કે જ્યાં સુધી તે ક્રિમ જેવું સોફ્ટ ન થઇ જાય. પછી તેમાં બાફેલા બટાકા, કોર્ન ફ્લોર, ઇલાઇચી પાઉડર, જાવેતરી પાઉડર, આ બધું ઉમેરી તેના કોફ્તા તૈયાર થાય તે રીતે બાંધી લો.

Share:

Malai Kofta Recipe: ધાબા સ્ટાઇલ મલાઈ કોફતા બનાવવાની રીત- મલાઇ કોફ્તા નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાયને… ટેસ્ટમાં પણ લાજવાબ અને બનાવવામાં પણ એકદમ સરળ. હોટલમાં જમવા જઇએ તો પહેલી પસંદ મલાઈ કોફ્તા જ હોય. તો આવો શીખી લઇએ કે હોટેલ જેવું સ્વાદિસ્ટ મલાઇ કોફ્તા ઘરે બનાવવાની રીત.

મલાઈ કોફ્તા બનાવવા માટેની સામગ્રી:
પનીર – એક કપ
બાફેલા બટાકા – અડધો કપ
કોર્ન ફ્લોર – 1 ચમચી
બ્રેડ ક્રમ્સ-2 ચમચી
ઇલાઇચી -1/2 ચમચી
જાવેતરી પાઉડર-1/2 ચમચી
મીઠું – 1/2 ચમચી
તળવા માટે પ્રમાણસર તેલ
રીત- સૌ પ્રથમ પનીરને મસળી લેવું, જે રીતે લોટ બાંધીએ તે રીતે પનીરને બરાબર મસળી લેવું. પનીરને ત્યાં સુધી મસળવું કે જ્યાં સુધી તે ક્રિમ જેવું સોફ્ટ ન થઇ જાય. પછી તેમાં બાફેલા બટાકા, કોર્ન ફ્લોર, ઇલાઇચી પાઉડર, જાવેતરી પાઉડર, આ બધું ઉમેરી તેના કોફ્તા તૈયાર થાય તે રીતે બાંધી લો.

મલાઇ કોફ્તાનું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી:
કાજુ- 10 નંગ
કિસમિસ- 10 નંગ
આદુ-1 ચમચી
લીલા મરચા-1 નંગ
લાલ મરચું પાઉડર – 1/2 ચમચી
ઇલાઇચી -1/2 ચમચી
જાવેતરી પાઉડર-1 કે 2 ચપટી
મીઠું – સ્વાદ અનુસાર
સેકેલા જીરાંનો પાઉડર-1 ચમચી

સ્ટફિંગ બનાવવા માટે કાજુ અને કિસમિસને ફ્રાય કરીલો ફ્રાય થઇ ગયા પછી તેમાં ઝીણા સમારેલ આદુ અને લીલા મરચા ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, ઈલાઇચી પાઉડર, જાવેતરી પાઉડર આ બધાને મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરી લો.

હવે કોફ્તા બનાવી તેમાં સ્ટફિંગ ભરી દો, કોફ્તાને તમે જે આકાર આપવો હોય તે આપી શકો છો. હવે એક પેનમાં તેલ ગરમ થવા મુકી દો, તેલ ગરમ થઇ ગયા બાદ બનાવેલ કોફ્તાને તળવા માટે પેનમાં એક પછી એક નાખો, કોફ્તાને હલકા બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળીલો.

હવે તૈયાર કરો કોફ્તા માટેની ગ્રેવી

ગ્રેવી માટેની સામગ્રી
તેલ- 1 મોટી ચમચી
ઘી- 1 ચમચી
દાલ ચીની – 2 નંગ
જીરું – 1 ચમચી
તેજ પત્તા- બે નંગ
આખી ઈલાઇચી- નંગ
મરી- 5 નંગ
આદું લસણની પેસ્ટ- 2 ચમચી
ફ્રાય ડુંગળી – 2 કે 3 મોટા ચમચી
ટામેટા પ્યુરી- 1/2 કપ
બ્રાઉન કાજુ પેસ્ટ-1 ચમચી
લાલ મરચું-1 ચમચી
હળદર-પા ચમચી
ધાણાજીરું- 1 ચમચી
ગરમ મસાલા પાઉડર-1 ચમચી
દહી- એક કપ
ઇલાઇચી -1/2 ચમચી
જાવેતરી પાઉડર-1/2 ચમચી
મલાઇ – 1 ચમચી
બટર-1 ચમચી

ગ્રેવી બનાવવાની રીત:
સૌથી પહેલા ગેસ પર એક પેન મૂકી તેને ગરમ થવા દો તેમાં તેલ નાખો, પછી તેમાં ઘી ઉમેરો પછી તેમાં આખા (ખડા) મસાલા મરી, જીરું, દાલચીની, તેજ પત્તા નાખ્યા બાદ તતડવા દો. હવે એમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો આદુ લસણની પેસ્ટમાં પાણી નાખી તેને સેકાવા દો, તે પેસ્ટમાંથી પાણી છુટે ત્યાં સુધી શેક કરતા રહો, હવે તેમાં brown onion (ડુંગળીની) પેસ્ટ નાખો તેને થોડી વાર સેક્યા બાદ તેમાં ટામેટા પ્યુરી ઉમેરો, હવે આ ગ્રેવીમાં પાણી છુટે ત્યાં સુધી સેકવા દો. હવે આમાં દહી ઉમેરો દહી નાખ્યા બાદ તેને હલાવતા રહેવું જેથી કરીને દહી ફાટી ના જાય અને આ ગ્રેવીને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તેમાંથી પાણી છુટુ ના પડે, હવે આ ગ્રેવીમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલા પાઉડર, હળદર નાખી હલાવતા રહો તેમાં થોડું પાણી નાખી ગ્રેવી વધારે જાડી પણ નહીં કે વધારે પડતી પાતળી પણ નહીં તે રીતે બનાવો. થોડીવાર પછી ગ્રેવી તૈયાર થઇ ગયા પછી તેને જ્યુસ ગાળવાની ગરણીથી ગાળી લો જેથી કરીને તેમાંથી આખા મસાલા નીકળી જાય. ગળાઈ ગયા પછીની ગ્રેવીમાં બટર ઉમેરો, ઈલાઇચી પાઉડર, જાવેતરી પાઉડર નાખી 2 કે 3 મીનિટ સુધી ગરમ થવા દીધા પછી તેમાં તૈયાર કરેલા મલાઇ કોફ્તા ઉમેરો અને થોડી વાર પછી ગેસ બંદ કરી દો.

લો તૈયાર છે આપના ઘરમાં ગરમા ગરમ મલાઇ કોફ્તા, તેને એક સર્વિંગ બાઉલમાં નીકાડી લો તેના પર ક્રિમથી ગ્રાર્નિસિંગ કરીને કરી દો સર્વ.

આપને આ રેસિપી કેવી લાગી અમને કમેન્ટ ચોક્કસ લખજો.

Widget apcmwh
Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments