Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeTECH AND GADGETSAUTOMOBILESશાનદાર બજાજ પલ્સર RS200ની વિશેષતાઓ પર એક નજર

શાનદાર બજાજ પલ્સર RS200ની વિશેષતાઓ પર એક નજર

Share:

ભારતમાં બજાજ RS200 ખૂબ જ ધૂમ મચાવી રહી છે. બજાજ પલ્સરના ચાહકો આ બાઇકની ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ બાઇક પર બેસતા જ આપની પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જશે. આવો બજાજ પલ્સર RS200ની મુખ્ય ખાસીયતો શું છે.

આક્રમક સ્ટાઇલ
બજાજ પોતાની બાઇકની શૈલી માટે ઓળખાય છે, તથા RS200 પણ તેમાં ઓછી નથી. આરએસ 200ની આક્રમક શૈલી બાઇકની પ્રતિ ઉત્સાહી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

એન્જિન
આ બાઇકમાં લિક્વિડ કૂલ્ડ, 199.5 સીસી, સિંગલ સિલિન્ડર એન્જિન લાગેલું છે જેમાં ત્રણ સ્પાર્ક પ્લગ લાગેલા છે જે 24 હોર્સ પાવર તથા 18.6 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં છ સ્પીડવાળા ગિયર બોક્સ લાગેલ છે.

ક્રિસ્ટલ એલઇડી ટેલ લેમ્પ્સ
એલઇડી ટેલ લેમ્પની વિશિષ્ઠ ડિઝાઇન પણ અનોખી વિશેષતા ધરાવે છે. સરળતાથી પાછળથી જોઇને ઓળખી શકાય છે, કે આ બજાજ પલ્સર આરએસ 200 છે.

બટરફ્લાઇ ડિસ્ક બ્રેક
પલ્સર આરએસ 200 માં આગળ તરફ અને 300 એમએમ બટરફ્લાઇ ડિસ્ક બ્રેક્સ અને પાછળ તરફ 230 એમએમ ડિસ્ક બ્રેક લાગેલ છે જે બ્રેકને જડપથી ઠંડુ કરવામાં મદદ કરે છે.

સ્પોર્ટી મીટર કંસોલ
આરએસ 200માં એક મોટું એનાલોગ આરપીએમ મીટર લાગેલું છે તથા સાથે જ ડિજિટલ ફ્યૂલ ગોઝ અને સ્પીડો રીડિંગ પણ છે. ડાબી બાજું તમામ વોર્નિંગ લાઇટ લાગેલી છે, જેના કારણે કંસોલને વાંચવામાં સરળતા રહે છે.

ABS
ABS એક વૈકલ્પિક વિશેષતાના રૂપમાં ઉપલપ્ધ છે. જ્યારે ઘુમાવદાર, હવાદાર, ભીના રસ્તા પર અથવા હાઇવે પર ગાડી ચલાવે છે તો તે એક મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધા હોય છે. આ બ્રેકને લોક થવાથી રોકે છે.

અલોય વ્હીલ્સ
RS200માં 10 સ્પોકવાળા સ્ટાઇલિશ મેટલ બ્લેક વ્હીલ લાગેલા છે. તેમાં બાઇકની ડિઝાઇનને સુંદર બનાવવામાં સહાયતા મળે છે.

સસ્પેન્સન
RS200માં આગળની તરફ સામાન્ય ટેલીસ્કોપિક ફોર્ક્સ
અપ અને પાછળની તરફ મોનો નાઇટ્રો શોક લાગેલ છે.

ટ્વિન પ્રોજેક્ટર હેડલેમ્પ્સ
પલ્સર RS200માં ટ્વિન પ્રોજેક્ટર હેડલેમ્પ્સ લાગેલ છે તથા દિવસમાં ચાલનાર લાઇટ્સ પણ લાગેલી છે, જે ભારતના અંધારા રસ્તાઓ અને હાઇવે પર ખૂબ જ ઉપયોગી બની રહેશે.

કિંમત
બજાજ પલ્સર RS200- 1,18,000 રૂપિયા
બજાજ પલ્સર RS200 ABS- 1,30,000 રૂપિયા


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments