Peas Paratha Recipe: શિયાળામાં વટાણા ખાવાથી આપણા શરીરને ઘણા લાભ થાય છે. વટાણામાં ભરપુર માત્રામાં પ્રોટિન, ફાયબર
અને વિટામીન હોય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. વટાણામાં આયર્નની માત્રા હોય છે. જેથી આપણા શરીરને તેમાંથી લોહતત્વની પ્રાપ્તિ થાય છે. તો આવો જોઇએ વટાણાના પરાઠા બનાવવાની રીત.
Green peas paratha Recipe: આ પરાઠા બનાવવાની રીત એકદમ સરળ છે અને તેની સામગ્રી પણ ઘરમાં ઉપલબ્ધ હોય છે.
સામગ્રી:-
ઘઉંનો લોટ- 400 ગ્રામ
તેલ – બે ચમચી
મીઠું- સ્વાદ મુજબ
લીલા વટાણા- 500 ગ્રામ
આદુ- એક નાનો ટુકડો
લીલા મરચાં- 3 નંગ
ધાણા જીરુ પાઉડર- એક ચમચી
પરાઠાનો લોટ આ રીતે બાધીલો- એક બાઉલમાં લોટ લઇલો તેમાં મીઠું અને તેલ નાખીને મિક્સ કરીલો પછી તેને સામાન્ય ગરમ પાણીથી નરમ
બાંધીલો. આ બાંધેલા લોટને 15-20 મિનિટ સુધી ઢાંકીને મુકી રાખો.
હવે આ રીતે તૈયાર કરીલો વટાણાનું સ્ટફિંગ- વટાણાને બાફીલો પછી તેને ઠંડા થવા દો, તેમાંથી પાણી નીતારી તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે તે
પેસ્ટમાં આદુંની પેસ્ટ બનાવીને નાખો, લીલા મરચા ઝીણા સમારીને નાખો, ધાણા જીરુ પાઉડર ઉમેરો, લીલા ધાણા નાખીને મિક્સ કરો.
Green peas paratha Recipe: વટાણા પરાઠા બનાવવાની રીત
- ગેસ પર તવો મુકીને તેને ગરમ થવા દો
- બાંધેલા લોટમાંથી એક પરાઠો થાય તેટલો લોટ લઇલો
- હવે તેમાં વટાણાનું તૈયાર કરેલ સ્ટફિંગ ભરીને પરાઠો ફાટે નહીં તે રીતે વણીલો
- પરાઠો વણ્યા બાદ તેને તવા પર સેકી લો
- તેમાં તેલ નાંખીને બંન્ને બાજુ સેકીલો
આપના ગરમા-ગરમ વટાણા પરાઠા બનીને રેડી છે, જેને પ્લેટમાં ઉતારીને તેને લસણની ચટણી, સોસ, કે માયોનિસ સાથે સર્વ કરી શકો છો.