Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeTECH AND GADGETSTECHNOLOGYParam Rudra Supercomputers: પ્રધાનમંત્રી મોદીએ કર્યું લોન્ચિંગ

Param Rudra Supercomputers: પ્રધાનમંત્રી મોદીએ કર્યું લોન્ચિંગ

Share:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે હવામાન અને આબોહવા સંશોધન માટે ત્રણ Param Rudra Supercomputers અને ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમનું વર્ચ્યુઅલ લોન્ચ કર્યું. આ ત્રણ સુપર કોમ્પ્યુટર દિલ્હી, પુણે અને કોલકાતા એમ ત્રણ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ અવસર પર PM મોદીએ કહ્યું કે કોઈ દેશ ત્યારે જ મોટી સિદ્ધિઓનું લક્ષ્ય રાખી શકે છે જ્યારે તેની પાસે મોટી વિઝન હોય. ગરીબોના સશક્તિકરણ માટે ટેકનોલોજીને અપગ્રેડ કરવી જોઈએ. PM મોદીએ કહ્યું કે અમારી સરકાર વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનને પ્રાથમિકતા આપી રહી છે.

મિશન ગગનયાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને 2035 સુધીમાં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. Param Rudra Supercomputers ભારતના નેશનલ સુપર-કમ્પ્યુટિંગ મિશન (NSM) હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. તેમની કિંમત 130 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: National Space Day: ધરતી અને અવકાશમાં વાગ્યો ભારતનો ડંકો

સુપર કોમ્પ્યુટર 03 જગ્યાએ સ્થાપિત

  • આ ત્રણ સુપર કોમ્પ્યુટર દિલ્હી, પુણે અને કોલકાતા એમ ત્રણ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • પુણેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ (GMRT) આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (FRBs) અને અન્ય ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો અભ્યાસ કરવા માટે કરશે.
  • દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC) સામગ્રી વિજ્ઞાન અને અણુ ભૌતિકશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપશે.
  • કોલકાતામાં એસ એન બોસ સેન્ટર આ સુપરકોમ્પ્યુટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ અદ્યતન સંશોધન માટે કરશે, જેમાં ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને પૃથ્વી વિજ્ઞાન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments