23મી ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરના ઉતરાણના માનમાં આજનો આ દિવસ National Space Day તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરે જ્યાં લેન્ડિંગ કરી હતી, એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું. આ સિદ્ધિ સાથે, ભારત સ્પેસ-ફેરિંગ રાષ્ટ્રોના મહત્વના જૂથમાં જોડાયું છે. ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે. ISRO ની આ સફળતામાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એટલે PRL નો ફાળો પણ ખુબ જ મહત્વનો છે.
ચંદ્રયાન-3
ચંદ્રયાન-3માં PRLમાંથી ત્રણ એક્સપેરિમેન્ટ હતા એક લેન્ડર ઉપર અને બે એક્સપેરિમેન્ટ રોવર પર હતા. લેન્ડર જેનું નામ વિક્રમ લેન્ડર છે તેમાં એક ચાસ્તે નામનો એક્સપેરિમેન્ટ હતો, જે એક થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ હતો. જેણે ડિપ્લોયમેન્ટ બાદ ચંદ્રની સપાટીમાં દસ સેન્ટિમીટર અંદર જઈને ત્યાંનું તાપમાન સ્કેન કર્યું.
આદિત્ય-L1
આદિત્ય-L1 મિશન, જે લેગ્રાંગિયન પોઈન્ટ (બિંદુ) L1 એક ભારતીય સૌર વેધશાળા છે. તમને જણાી દઈએ કે, આદિત્ય-L1 મિશન 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 6 જાન્યુઆરી, 2024ના રોજ તેની લક્ષિત હેલો ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતુ.
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ
પ્રથમ National Space Day ની થીમ ‘Touching Lives while Touching the Moon: India’s Space Saga’ છે. જેનો અર્થ છે કે ચન્દ્રને સ્પર્શ કરીને જીવનને સ્પર્શવું: ભારતની અંતરિક્ષ ગાથા.
જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આપણે આપણી સિદ્ધિઓ ભૂલી જઈએ છીએ. તેમને યાદ કરવા અને તેમનું મહત્વ સમજાવવા માટે એક ખાસ દિવસનું નામ આપવામાં આવે છે, જેથી આવનારી પેઢીઓ જ્યારે તે દિવસ વિશે વાંચે ત્યારે તેઓને તે સિદ્ધિ યાદ રહે અને તેના વિશે માહિતી મળે.
આ પણ વાંચો: Gaganyaan: અવકાશયાત્રીઓના ટ્રેનિંગ વીડિયોમાં કંઈક ખાસ
સ્પેસ ડે ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને અંતરિક્ષનું જ્ઞાન આપવાનો છે. તેમજ તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રેરિત કરવા પડશે, જેથી ભાવિ પેઢી આ વિશેષ સિદ્ધિ પાછળનું કારણ યાદ રાખી શકે અને જાણી શકે.