પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક હાકલથી દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા તિરંગાના રંગમાં રંગાઇ રહ્યું છે, રેલીઓ થઇ રહી છે, તો બીજી તરફ વિપક્ષ તિરંગાના નામે રાજનીતિ કરવામાંથી ઉંચુ નથી આવી રહ્યું.
મેરી જાન તિરંગા છે, હર દિલમાં તિરંગા છે, તો પછી તિરંગા પર રાજનીતિ કેમ ?
દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે સાંસદોએ તિરંગાયાત્રાનું આયોજન કર્યું હતું. મોનસુન સત્રની વચ્ચે સંસ્કૃતી મંત્રાલયે સાંસદો માટે ‘ત્રિરંગા બાઇક રેલી’નું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ વેકંયા નાયડુંએ બાઇક રેલીને લીલી ઝંડી બતાવી… ‘હર ઘર તિરંગા’ ઝુંબેશને લોકપ્રિય બનાવવા સાંસદો પ્રભાતફેરી કાઢી અને યુવા પાંખના નેતાઓને બાઇક રેલીમાં જોડાયા.
મજાની વાત એ છે કે વિપક્ષે આ તિરંગા યાત્રામાં ભાગ ન લીધો અને ઉલટાનો ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સત્તાપક્ષ પર પલટવાર કર્યો. શાયરાના અંદાજમાં ટ્વીટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની શાન છે અમારો તિરંગો, દરેક હિન્દુસ્તાનીના દિલમાં વસે છે અમારો તિરંગો.
પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે અમારા. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોણ દેશભક્ત છે બધા જ જાણે છે, આઝાદી સમયે કાઢવામાં આવેલા અખબાર સામે શું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તે સૌ જાણે છે.
ભાજપે પણ વિપક્ષ પર પલટવાર કર્યો અને કહ્યું કે તિરંગો માત્ર ભાજપનો નથી તે સમગ્ર દેશવાસીઓનો છે, જો વિપક્ષને રાષ્ટ્રપ્રેમ હોત તો તેઓ તિરંગા યાત્રામાં જરૂર જોડાતા.
સંસ્કૃતિ મંત્રાલયે તિરંગા યાત્રાને લઇને તમામ સાંસદોને આમંત્રણ આપ્યું હતું પરંતુ વિપક્ષી સાંસદો તેમાં સામેલ ન થયા અને શરૂ કરૂ કરી દીધી તિરંગા પર રાજનીતિ.