Oscars 2025 હેઠળ વિશ્વભરની શ્રેષ્ઠ ફિલ્મોને વિવિધ શ્રેણીઓ હેઠળ સન્માનિત કરવામાં આવે છે, જેમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ એક ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન છે અને વિવિધ દેશો આ પુરસ્કાર માટે નામાંકિત થવા માટે તેમની શ્રેષ્ઠ ફિલ્મો મોકલે છે.
આ શ્રેણીમાં ભારતે 97માં Oscars 2025 માટે ફિલ્મ ‘લપતા લેડીઝ’ પણ મોકલી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે કિરણ રાવની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ લપતા લેડીઝ ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હશે. આ ફિલ્મની પસંદગી 29 વિવિધ ભાષાઓમાં બનેલી ફિલ્મોની યાદીમાંથી કરવામાં આવી હતી.
અહેવાલ છે કે ‘લાપતા લેડીઝ’ પછી રણદીપ હુડ્ડાની ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ રણદીપ હુડાના લોહી અને પરસેવાથી કમાયેલી ફિલ્મ છે.
આ પણ વાંચો: Lebanon: નિર્દોષ અને માસૂમ લોકોના જીવ જોખમમાં
ઐતિહાસિક બાયોપિક ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ના નિર્માતાઓએ જાહેરાત કરી કે આગામી 97માં ઓસ્કર પુરસ્કારોમાં ભાગ લેવા માટે આ ફિલ્મ ભારતની એક એન્ટ્રી તરીકે સબમિટ કરવામાં આવી છે.