Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeBUSINESSGautam Adani: અંબાણી પરિવાર કરતા પણ આગળ વધ્યા!

Gautam Adani: અંબાણી પરિવાર કરતા પણ આગળ વધ્યા!

Share:

અદાણી ગ્રુપના ચેરમેન Gautam Adani અને તેમના પરિવારની કુલ સંપત્તિ એક વર્ષમાં 95% વધીને રૂ. 11.62 લાખ કરોડ થઈ છે. અદાણી પરિવારે છેલ્લા એક વર્ષમાં તેની કુલ સંપત્તિમાં રૂ. 5,65,503 કરોડનો વધારો કર્યો છે. અદાણી પરિવાર અંબાણી પરિવારને પછાડી દેશનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે.

અંબાણી પરિવારની સંપત્તિ 10.15 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષમાં 25% નો વધારો થયો છે. ‘હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024’ અનુસાર, ‘હિંડનબર્ગના આરોપો છતાં, Gautam Adani અને પરિવારે ગયા વર્ષની સરખામણીમાં સંપત્તિમાં 95% વૃદ્ધિ હાંસલ કરી છે.’એચસીએલના માલિક શિવ નાદર અને પરિવારની કિંમત 3.14 લાખ કરોડ રૂપિયા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક સાયરસ એસ. પૂનાવાલા અને પરિવાર 2.90 લાખ કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાને છે.

આ લિસ્ટમાં પહેલીવાર શાહરૂખ-રિતિકની એન્ટ્રીબોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન 7,300 કરોડની સંપત્તિ સાથે પહેલીવાર આ યાદીમાં સામેલ થયો છે. આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં તેની ભાગીદારીથી શાહરૂખની સંપત્તિમાં વધારો થયો છે.

આ પણ વાંચો: Hindenburg: “ટૂંક સમયમાં કંઈક મોટું થશે”

શાહરૂખ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનો માલિક છે, તે જ કંપની જેણે તેની ફિલ્મો ડિંકી, જવાન અને ડાર્લિંગ્સનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મોની સફળતાને કારણે તેની સંપત્તિમાં પણ વધારો થયો છે.શાહરૂખ ઉપરાંત 4,600 કરોડની સંપત્તિ સાથે જૂહી ચાવલા, રૂ. 2,000 કરોડની સંપત્તિ સાથે રિતિક રોશન, રૂ. 1,600 કરોડની સંપત્તિ સાથે અમિતાભ બચ્ચન અને પરિવાર અને રૂ. 1,400 કરોડની સંપત્તિ સાથે કરણ જોહરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. હુરુન ઈન્ડિયાની યાદીમાં સામેલ બોલિવૂડના અમીરોની કુલ સંપત્તિ 40,500 કરોડ રૂપિયા છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments