ભારતના પડોશી દેશ Myanmar Earthquake ને કારણે મોટું નુકસાન થયું છે. શુક્રવારે 7.7 ની તીવ્રતાના ભૂકંપથી મ્યાનમાર અને Thailand માં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. આ પછી પણ ભૂકંપની શ્રેણી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મ્યાનમારમાં ફરી એકવાર મધ્યરાત્રિએ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા.
રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર અનુસાર, મ્યાનમારમાં રાત્રે 11:56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ Earthquake ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઈ છે. તેનું કેન્દ્ર મ્યાનમારના મંડલે શહેર નજીક હતું. મધ્યરાત્રિએ આવેલા આ ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા.

થાઈલેન્ડમાં ભૂકંપ
શુક્રવારે Myanmar Earthquake અને તેના પડોશી દેશ થાઈલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં બહુમાળી ઇમારતો, પુલો અને ડેમનો નાશ થયો. આ ભૂકંપને કારણે મ્યાનમારમાં ઓછામાં ઓછા 144 લોકોનાં મોત થયા છે, જ્યારે 730 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નિર્માણાધીન બહુમાળી ઇમારતના ધરાશાયી થવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં પણ ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા. શુક્રવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા 7.7 હતી અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડાલય નજીક હતું. આ પછી, 6.4 ની તીવ્રતાનો બીજો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો.
આ પણ વાંચો – Kunal Kamra: કોમેડિયનના વીડિયો પર હંગામો, FIR નોંધાઈ
આ ઘટના બાદ, મ્યાનમારની સૈન્ય સરકારના વડાએ શુક્રવારે સાંજે ટેલિવિઝન પર લોકોને સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભૂકંપમાં ઓછામાં ઓછા 144 લોકો માર્યા ગયા અને 730 લોકો ઘાયલ થયા. દરમિયાન, UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિશ્વ સંસ્થા મ્યાનમારની આંતરરાષ્ટ્રીય મદદની અપીલનો જવાબ આપવા તૈયાર છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે પુલ અને મઠો ધરાશાયી થયા અને એક બંધ તૂટી ગયો. અહેવાલો અનુસાર, ભૂકંપને કારણે મંડલેમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી, જેમાં શહેરના સૌથી મોટા મઠોમાંના એક મા સો યાન મઠનો પણ સમાવેશ થાય છે, અને ભૂતપૂર્વ શાહી મહેલને પણ નુકસાન થયું હતું.