દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને આરાધનાનો અવસર એટલે Chaitra Navratri 2025. ચૈત્રી નવરાત્રી આવતીકાલ એટલે કે, 30 માર્ચથી કળશ સ્થાપના સાથે શરૂ થશે. આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગમાં માતા જગદંબાની પૂજા કરવામાં આવશે.
નવરાત્રી Hindu ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેનું મહત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા 9 દિવસ માટે પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
નવરાત્રી એ નવ દિવસનો તહેવાર છે, જેમ કે તેનું નામ છે, જેમાં નવરાત્રીનો અર્થ ‘નવ રાત’ થાય છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન, Devi Durga ના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમ કે દેવી શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. પરંતુ આ વર્ષે 2025માં ચૈત્ર નવરાત્રી નવને બદલે 8 દિવસની છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી પર ઘટસ્થાપનનો શુભ સમય અને વિધિ.
આ પણ વાંચો – Myanmar Earthquake: 7.7 ની તીવ્રતાના ભૂકંપથી અનેકના મોત
Chaitra Navratri 2025 શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. 30 માર્ચ, રવિવારથી 7 એપ્રિલ, સોમવાર સુધી માતા જગદંબાની આરાધના કરવામાં આવશે. સૌ પ્રથમ ઘટ સ્થાપન કરવામાં આવશે અને પ્રથમ ઉપવાસ કરવામાં આવશે. આ દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પુજા કરવામાં આવશે, અને Maa Jagadamba ના વિવિધ સ્વરૂપોની ભક્તિભાવ પૂર્વક ઉપાસના કરવામાં આવશે.
ચૈત્ર નવરાત્રી પર કળશ સ્થાપન સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. ઘટ સ્થાપન માટે શુભ સમય 30 માર્ચ 2025ના રોજ સવારે 6.13 થી 10.22 વાગ્યા સુધીનો છે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12.01થી 12.50 વાગ્યા સુધી રહેશે. આ શુભ સમયે વ્યક્તિએ કળશ સ્થાપિત કરવો જોઈએ અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ.