Wednesday, 23 Apr, 2025
spot_img
Wednesday, 23 Apr, 2025
HomeSPORTSKolkata Knight Riders: IPLમાં રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું

Kolkata Knight Riders: IPLમાં રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું

Share:

ડિફેન્ડિંગ ચેમ્પિયન Kolkata Knight Riders (KKR) એ IPL-18માં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે બુધવારે Rajasthan Royals (RR) ને 8 વિકેટથી હરાવ્યું હતું. ક્વિન્ટન ડી કોકે સતત બે છગ્ગા ફટકારી ટીમને જીત અપાવી હતી. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતાએ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 152 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો.

કોક 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. અંગક્રિશ રઘુવંશીએ અણનમ 22 રન બનાવ્યા હતા.ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 29 રન અને કેપ્ટન રિયાન પરાગે 25 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી હર્ષિત રાણા, વૈભવ અરોરા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – Sunrisers Hyderabad: T20માં સૌથી વધુ 250+ સ્કોર કરનારી ટીમ

152 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે KKR માટે ક્વિન્ટન ડી કોકે ઝડપી બેટિંગ કરી હતી. મોઈન અલીને તેની સામે રમવામાં ઘણી તકલીફ થઈ રહી હતી, પરંતુ ડી કોકે તેના સાથી બેટ્સમેનો પર દબાણ વધવા દીધું ન હતું. તેણે બેટિંગ માટે મુશ્કેલ અને ધીમી પીચ પર 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ડી કોકે માત્ર 61 બોલમાં 97 રન બનાવ્યા અને 15 બોલમાં ટીમને જીત અપાવી.

Kolkata Knight Riders

વૈભવે નવા બોલ સાથે શાનદાર બોલિંગ કરી અને ટીમ માટે પ્રથમ વિકેટ મેળવી. તેણે સંજુ સેમસનને બોલ્ડ કર્યો હતો. પછી અંતે શુભમ દુબે પણ ઝડપાઈ ગયો. સુનીલ નારાયણની જગ્યાએ મેચ રમવા આવેલા મોઈને બોલિંગની 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા હતા. તેણે નીતિશ રાણા અને યશસ્વી જયસ્વાલની 2 મોટી વિકેટ પણ લીધી હતી. KKRના મિસ્ટ્રી સ્પિનર વરુણે માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે રાજસ્થાનના સુકાની રેયાન પરાગ અને વાનિન્દુ હસરંગાને પેવેલિયન મોકલી દીધા હતા.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments