Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeTOP STORIESકાવેરીના જળથી ફરી કર્ણાટક-તમિલનાડુમાં આગ

કાવેરીના જળથી ફરી કર્ણાટક-તમિલનાડુમાં આગ

કર્ણાટકમાં લોકો રસ્તે ઉતરી ગયા છે, વિરોધ કરી રહ્યા છે,નારેબાઝી કરી રહ્યા છે.પોસ્ટરો સળગી રહ્યા છે,પરિવહનના તમામ સ્થળો બંધ છે..

Share:

કર્ણાટકમાં લોકો રસ્તે ઉતરી ગયા છે, વિરોધ કરી રહ્યા છે,નારેબાઝી કરી રહ્યા છે.પોસ્ટરો સળગી રહ્યા છે,પરિવહનના તમામ સ્થળો બંધ છે.. રાજ્યમાં શાળાઓ,કોલેજો બંધ છે અને આ બધું એટલે થઇ રહ્યું છે કેમ કે કર્ણાટક અને તામિલનાડુ બંને રાજ્યો 150 વર્ષ જુના કાવેરી વિવાદને લઈને સામ સામે આવી ગયા છે.

કર્ણાટકમાં કાવેરી જળ વિવાદ ફરી વકર્યો છે.. તમિલનાડુ સાથે કાવેરી નદીના પાણીની વહેંચણીના વિરોધમાં કર્ણાટકમાં બંધ પાળવામાં આવ્યો. કર્ણાટક પોલીસે રાજ્યના વિવિધ ભાગોમાંથી વિવિધ સંગઠનોના 50 થી વધુ લોકોની અટકાયત કરી છે. CWRCએ તમિલનાડુમાં પાણી છોડવાનો આદેશ આપ્યા બાદ કર્ણાટકમાં લોકોએ મોટા પાયે વિરોધ કરી રહ્યા છે. કર્ણાટકમાં કાર્યકરોના એક જૂથે બેંગલુરુમાં કાવેરી નદીના પાણીના મુદ્દે રાજ્યના સાંસદો અને સિદ્ધારમૈયા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કામદારોએ ‘કાવેરી અમારી છે’ના નારા લગાવ્યા અને કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવા સામે વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ આ વિવાદ આજકાલનો નથી આ 150 વર્ષ જૂનો વિવાદ આજે પણ શમ્યો નથી. બ્રિટિશ સરકારથી લઈને કેન્દ્ર સરકાર તમામ દ્વારા વિવાદ ડામવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ વિવાદ હજુ આજે પણ યથાવત છે.

  • 150 વર્ષ જૂનો છે કાવેરી વિવાદ:
    1981: મૈસુરે કાવેરી પર બંધ બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો
  • 1924: બ્રિટિશ સરકારનો સમજાવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો
  • 1974: કર્ણાટકે તામિલનાડુની પરવાનગી વગર નદીનું કામકાજ શરુ કર્યું
  • 1990: CWDTનો તામિલનાડુને દર મહિને પાણી આપવાનો આદેશ
  • 2016: તામિલનાડુ કર્ણાટકના વિરોધમાં SC પહોંચ્યું
  • 2018: કાવેરી વિવાદનો અંત લાવવા CWMAની રચના કરી
  • 2023: CWMAએ તામિલનાડુને 5 હજાર ક્યુસેક પાણી આપવા આદેશ

આ ભારે વિરોધને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. કારણ કે રાજ્યભરમાં પરિવહન સેવાઓ, હોટેલો અને અન્ય સુવિધાઓ બંધ રહી હતી. રાજ્યની રાજધાની બેંગાલુરુ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં કલમ 144 હેઠળ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બેંગલુરુ શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં શનિવારે રજા જાહેર કરવામાં આવી છે. વિવિધ સંગઠનોએ ‘કર્ણાટકને સમર્થન આપ્યું હોવાથી, બેંગલુરુ શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments