Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeNATIONALNEET: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ફરી લેવાશે પરીક્ષા

NEET: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ફરી લેવાશે પરીક્ષા

Share:

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષામાં ગેરરીતિઓ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્કસ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી, ગ્રેસ માર્કસ વિના સ્કોર કાર્ડ જારી કરવામાં આવશે. પેપર લીકનો આક્ષેપ કરતી અરજીની સુનાવણી 8મી જુલાઈએ થશે.

પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદને લઈને ઘણા રાજ્યોની હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જ્યાં પણ ગ્રેસ માર્કસ અંગે અરજી કરવામાં આવી છે, ત્યાં માત્ર સુપ્રીમ કોર્ટનો આદેશ જ લાગુ થશે.

NEET UG ની પરીક્ષા આપતા સમયે સમયની ખોટની ભરપાઇ કરવા માટે 1563 થી વધારે ઉમેદવારોના પરિણામોની સમીક્ષા કરવા માટે એખ સમિતીની રચના કરવામાં આવી છે. જેમને ગ્રેસ માર્ક્સ અપાયા હતા. સમિતીએ 1563 NEET UG 2024 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જેમને ગ્રેસ માર્ક્સ અપાયા હતા. આ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષાનો વિકલ્પ અપાશે. આ પરીક્ષાનું પરિણામ 23 જૂને લેવાશે અને 30 જૂન પહેલા પરિણામ જાહેર કરાશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું પેપર લીક અને ભ્રષ્ટાચાર થયો છે. મોદી સરકારના પગલાંને કારણે પરીક્ષા આપી રહેલા 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. પરીક્ષા કેન્દ્ર અને કોચિંગ સેન્ટર વચ્ચે સાંઠગાંઠ રચાઈ છે, જેમાં પેપર આપો-પૈસા લેવાની રમત રમાઈ રહી છે. છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારે પેપર લીક અને ગોટાળાના કારણે કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું છે.

NEET UG પરીક્ષા શું છે?

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, અંડરગ્રેજ્યુએટ એ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે. NEET પરીક્ષા મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે, જે વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી પરીક્ષા છે.

તેના દ્વારા ભારત અને રશિયા, યુક્રેન સહિત અન્ય કેટલાક દેશોમાં એમબીબીએસ, બીડીએસ અને અન્ય તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઉપલબ્ધ છે. NEET UG નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો: Kuwait: ઈમારતમાં લાગેલી આગમાં 40થી વધુ કામદારોના મોત


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments