નાસાએ હાલમાં એક એવો રિપોર્ટ રજૂ કર્યો છે, જેણે વિશ્વની ચિંતામાં વધારો કરી દીધો છે. આખરે એવું તો શું છે નાસાના આ રિપોર્ટમાં..? શા માટે દુનિયાના દેશોના જીવ અધ્ધર થઇ ગયા છે?
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરોની આફતોમાં ફસાયેલું છે. પછી તે ભૂકંપ હોય કે સુનામી હોય કે ઋતુચક્રમાં થયેલું પરિવર્તન. પૃથ્વી પર સતત વધતા જતાં તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં સૌ કોઈ માઠાં ફળ ચાખી રહ્યા છે. ગ્લોબલ વોર્મિગની એક અસરથી દરિયાના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે,, અને તેને કારણે વિશ્વમાં અનેક શહેરો ડૂબી જશે.
રિપોર્ટ્સમાં વિશ્વના એવા 36 શહેરો વિશે માહિતી આપવામાં આવી છે. જે દરિયાઈ સ્તરના વધારાથી પ્રભાવિત થશે. તો તાજેતરમાં અંતરીક્ષ એજન્સી નાસાએ એક ચોંકાવનારો રિપોર્ટ પ્રસારીત કર્યો છે. જે મુજબ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર જમીનમાં ધસી રહ્યું છે.
આ ચર્ચાસ્પદ રિપોર્ટ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને રુટગર્સ યુનિવર્સિટીએ સાથે મળીને તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2016થી 2023ની વચ્ચે આર્થર એશ સ્ટેડિયમ અને લગાર્ડિયા એરપોર્ટ 4.6 મિલીમીટર અને 3.7 મિલીમીટર સુધી ધસી ગયું છે. સમુદ્રના વધી રહેલા જળસ્તર વચ્ચે ન્યૂયોર્ક શહેરના ડૂબવાની સંભાવનોમાં સતત વધારો થઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિ અનુસાર ન્યૂયોર્કના દરિયા કાંઠા વિસ્તારોને પૂરથી બચાવવા અસંભવ લાગી રહ્યાં છે.
ન્યૂયોર્કના જે વિસ્તારો ડૂબી રહ્યાં છે, તેમાં ગર્વનર્સ દ્વીપનો દક્ષિણ ભાગ, સ્ટેટન દ્વીપમાં મિડલેન્ડ તથા સાઉથ બીચ અને દક્ષિણ ક્વિન્સનો સમાવેશ થાય છે… ન્યૂયોર્ક શહેરમાં આવેલી લગભગ 10 લાખ જેટલી ઈમારતોનું વજન 1.7 ટ્રિલિયન પાઉન્ડથી વધારે છે. આ બહુમાળી ઈમારતોના ભારને કારણે આ શહેરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે… રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે ન્યૂયોર્ક શહેરથી બમણી ગતિથી ધસી રહ્યું છે… ન્યૂયોર્કમાં વધતા શહેરીકરણ, ગટરોના નેટવર્ક, ગ્રાઉન્ડવોટરના પમ્પિંગને કારણે પણ સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે….
ન્યૂયોર્ક કેમ પાણીમાં ધસી રહ્યું છે ?
ન્યૂયોર્કના કેટલાક વિસ્તાર પાણીમાં ધસી રહ્યા છે
10 લાખ જેટલી ઈમારતોનું વજન 1.7 ટ્રિલિયન પાઉન્ડથી વધારે
બહુમાળી ઈમારતોના ભારને કારણે શહેર મુશ્કેલીમાં
ન્યૂયોર્ક શહેરથી બમણી ગતિથી પાણીમાં ધસી રહ્યું છે
વધતા શહેરીકરણ, ગ્રાઉન્ડવોટરના પમ્પિંગથી સમસ્યામાં વધારો
આતો હતી વિશ્વની વાત, પરંતું ભારતમાં પણ કેટલાક એવા શહેરો છે જે પાણીના જળસ્તરમાં વધારો થવાને કારણે ડૂબી રહ્યા છે… ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) મુજબ કેટલાક ભારતીય શહેરો 2050 સુધીમાં 65% સુધી ડૂબી શકે છે… દરિયાની સપાટીમાં વધારો બરફના પીગળવાને કારણે છે… જે શહેરો ડૂબી જવાના જોખમમાં તેમાં મુંબઈ, કોચી, મેંગ્લોર, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ તેમજ તિરુવનથપુરમ સહિતના શહેરોનો સમાવેશ થાય છે.
સમુદ્રના વધી રહેલા જળસ્તરને કારણે શહેરોનું આમ પાણીમાં ધસી જવું ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે… પરંતું આ પ્રકારની ચિંતાના સમાધાન માટે એક ઉપાય શોધવામાં આવ્યો છે.. તે છે ફ્લોટિંગ હાઉસ… ફ્લોટિંગ હાઉસ એ રહેણાંક ઇમારતો છે જે પાણી પર બાંધવામાં આવે છે… તેઓ નદીના પૂર અને વાવાઝોડાના કારણે વધતા અને ઘટતા પાણીના સ્તરને અનુકૂલન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે…. નેધરલેન્ડમાં આ પ્રકારનું પ્રથમ ફ્લોટિંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે… સિટાડેલ વિશ્વનું પ્રથમ ફ્લોટિંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ છે.. તો નેધરલેન્ડમાં 30 મકાનોની તરતી કોલોની છે…. અહિં 2019થી વસવાટ શરૂ થઈ ગયો છે… આ કોલોનીમાં 100 લોકો રહે છે..
કોઈ એવું તાળું નથી બન્યું, જેની ચાવી ન હોય…. દરેક સમસ્યાનો સંભવિત ઉકેલ હોય છે… માણસ પોતે જ સમસ્યાનું સર્જન કરે છે… પરંતું આ સાથે તેનો ઉકેલ પણ તે પોતે જ શોધી કાઢે છે.. જોકે આ પ્રકારની બિલ્ડિંગ ભવિષ્ય માટે સારી તો છે, પરંતું આશા રાખીએ છીએ, કે આ પ્રકારના સામાધાનનો આશરો ન લેવો પડે..