ભારત અને પાકિસ્તાન એક જ સમયે વિદેશી તાકાતોમાંથી આઝાદ થયા..આઝાદીને 75 વર્ષ વીતી ગયા.. પરંતુ ભારત અને પાકિસ્તાન બંનેની સરખામણી કરીએ તો..ભારતે વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે, વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે પાકિસ્તાન હજુ પણ જ્યાં હતું ત્યાંનું ત્યાં જ છે.એટલું જ નહીં પાકિસ્તાનની એટલી ખસ્તા હાલત છે કે પોતાના દેશમાં તો ઠીક પરંતુ વિદેશમાં પણ ભિક્ષુકોની સંખ્યામાં તે મોખરે છે.
પાકિસ્તાનની આર્થિક હાલત ખુબ કફોડી છે, ગરીબીએ પાકિસ્તાનના હાલ બેહાલ કરી દીધા છે, ત્યાં વધુ એકવાર પાકિસ્તાન શરમજનક સ્થિતિમાં મુકાયો છે. વિદેશોમાં ધરપકડ કરાતા ભિખારીઓમાંથી 90 ટકા ભિખારી પાકિસ્તાનના હોવાનો ચોંકાવનારા ખુલાસો થયો છે. કંગાળ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે હવે પાકિસ્તાની નાગરિકો યાત્રાળુઓના વેશમાં ભીખ માંગવા વિદેશ જઇ રહ્યા છે. આમાંના મોટા ભાગના પાકિસ્તાનીઓ તીર્થયાત્રીઓ તરીકે અરબ દેશોમાં જાય છે અને ત્યાં પોકેટમારી કરવાનું શરૂ કરે છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે આ પાકિસ્તાની ખિસ્સાકાતરુઓને કારણે તેમની જેલો ભરેલી છે.
- ગરીબીએ પાકિસ્તાનના હાલ બેહાલ કર્યા છે.
- પાકિસ્તાની નાગરિક વિદેશમાં ભીખ માગવા મજબૂર છે.
- વિદેશોમાં 90 ટકા ભિક્ષુકો પાકિસ્તાની મૂળના નાગરિક છે. જેને પગલે
- પાકિસ્તાનને વિદેશથી મળી રહી છે ફટકાર.
- ઉમરાહ વિઝા પર મક્કા જઇને પોકેટમારી કરે છે પાકિસ્તાની નાગરિકો.
અરબ દેશોએ પણ હવે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ ‘તીર્થયાત્રીઓ’ની આડમાં ભિખારીઓને તેમના દેશોમાં ન મોકલે. પાકિસ્તાનના મોટાભાગના ભિક્ષુકો વિદેશ જઈ રહ્યા છે. સાઉદી અરેબિયા આ વાતથી ખૂબ નારાજ છે કે પાકિસ્તાનથી ભિક્ષુકો અને ખિસ્સાકાતરુઓ ઉમરાહ વિઝા પર અરબ દેશોમાં આવે છે અને અહીં આવીને ભીખ માગે છે. સાઉદી અરેબિયાએ વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠકમાં પાકિસ્તાનને તેના હજ ક્વોટામાંથી હજયાત્રીઓની પસંદગી કરવામાં સાવચેત રહેવા જણાવ્યું છે. પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ વિદેશ જઈ રહ્યા છે. તેમની ધરપકડના કારણે તેમના દેશોમાં ગુનેગારોને જેલમાં રાખવા માટે કોઈ જગ્યા બચી નથી. જેના કારણે માનવ તસ્કરીનો ખતરો ઉભો થયો છે.
આમ અત્યાર સુધી આતંકવાદ અને ગધેડા વેચવા માટે જાણીતું પાકિસ્તાન હવે ભિખારીઓનું એક્સપોર્ટ કરનારો દેશ બન્યો છે, જેના કારણે પાકિસ્તાનને દુનિયાની સામે નીચુ જોવાનો વારો આવ્યો છે. હવે જોવું રહ્યું કે પાકિસ્તાન આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેવા પગલાં લે છે.