આજનો દિવસ ફક્ત વડોદરા માટે જ નહીં પણ સમગ્ર રાજ્ય માટે Black Day (કાળો દિવસ) તરીકે યાદ રહેશે. બાળકો જે સૌ કોઈના દિલમાં રાજ કરે છે. આજે એવા જ નાના ભૂલકાઓએ પોતાના શ્વાસ ગુમાવ્યા છે. વડોદરાની ગોઝારી દુર્ઘટના જેમાં 13 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યા છે. આ તંત્રના પાપે બનેલી દુર્ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ પર ક્યારે થશે? ક્યારે આવા પાપીઓને સજા થશે? તેની હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર આ ઘટનામાં જવાબદાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કેવા આદેશો બહાર પાડે છે તે જોવાનું રહ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આદેશ
હરણી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે IPC કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઇ છે. બીજી બાજુ ફરિયાદના આધારે મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. વધુમાં આ મામલે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે.
વડોદરા હરણી ‘હત્યાકાંડ’ની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે. આ અંગે વિગતવાર તપાસ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 15ના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
1993ની ગોઝારી ઘટના
Black Day: વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સૂરસાગર તળાવમાં બોટિંગની સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી. બોટની ક્ષમતા 20 લોકોની હતી, જેમાં 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડવાથી બોટ પલટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જે તે સમયે 17 પરિવારના 22 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને વળતર તરીકે 1.39 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો. માહિતી મુજબ, 17 વર્ષની લડત બાદ મૃતક પરિવારજનોને વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવા માટે તંત્રને આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વળતર પેટેની રમકની ચૂકવણી કરી હતી.
આ પણ વાંચો: હરણી ‘હત્યાકાંડ’: બોટ પલટી જતા 15 માસૂમોએ જીવ ગુમાવ્યા