Wednesday, 23 Apr, 2025
spot_img
Wednesday, 23 Apr, 2025
HomeNATIONALLoksabha Election: 07 તબક્કામાં ચૂંટણી, 04 જૂને પરિણામ

Loksabha Election: 07 તબક્કામાં ચૂંટણી, 04 જૂને પરિણામ

Share:

લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Loksabha Election) તારીખોની જાહેરાત રાષ્ટ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ વખતે દેશમાં 07 તબક્કામાં Loksabha Election યોજાશે. મતદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે. ચૂંટણીના પરિણામો 04 જૂને જાહેર થશે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો સાથે ખાલી રહેલી વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે.

દેશમાં 07 તબક્કામાં ચૂંટણી યોજાશે 
  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે
  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે
  • ત્રીજા તબક્કાનું મતદાન 07 મેના રોજ થશે
  • ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે
  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે
  • છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે
  • સાતમા તબક્કાનું મતદાન 01 જૂનના રોજ યોજાશે
  • 04 જૂનના રોજ મતગણતરી થશે
મતદાર ડેટા
  • 49.7 કરોડ પુરુષ મતદારો
  • 47.1 કરોડ મહિલા મતદારો
  • કુલ 96.8 કરોડ મતદારો
  • 1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરસે
  • 20-29 વર્ષના કુલ 19.47 કરોડ મતદારો
  • 48000 ટ્રાન્સજેન્ડર
  • 82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના
  • 97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે
  • 10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે
  • 1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે
  • 55 લાખ EVM મશીન ઉપયોગ થશે
ગુજરાતમાં 07 મેના રોજ યોજાશે મતદાન

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે એક જ દિવસે મતદાન થશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 07 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી કરવામાં આવી. આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. જે અંગે કેસ ચાલી રહ્યો છે.

KNOW YOUR CANDIDATE

મતદાર પોતાના મોબાઈલ નંબર પરથી માહિતી મેળવી શકશે. KNOW YOUR CANDIDATE દ્વારા મતદારો તેમના ઉમેદવાર વિશે પણ જોઈ શકે છે. જેનો ગુનાહિત રેકોર્ડ છે, તેને અખબારો અને ટીવીમાં પણ ત્રણ વખત પ્રકાશિત કરવો પડશે. રાજકીય પક્ષે અન્ય ઉમેદવાર કેમ ન મળ્યો તેનો ખુલાસો કરવો પડશે.

આ પણ વાંચો: BJP: ઉમેદવારની પહેલી યાદી જાહેર, ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવાર રિપીટ

આ પણ વાંચો: BJP Candidate: ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતની 7 બેઠક પર મૂરતિયા નક્કી


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments