અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજથી 22 જાન્યુઆરી સુધી બહારના લોકોને Ayodhya માં પ્રવેશ બંધ કરી દેવાયો છે. અયોધ્યાવાસીઓને પણ પોતાનું આઈ-કાર્ડ બતાવવું અનિવાર્ય છે. સ્થાનિકોને 21 અને 22 જાન્યુઆરીએ ઘરની બહારના નિકળવાની પોલીસે અપીલ કરી છે.
લતા મંગેશકર ચોક પાસે મીડિયા સેન્ટર
ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કવરેજ માટે રીજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયાના પ્રતિનીધિઓ Ayodhya પહોંચી ચૂક્યા છે. શહેરના લતા મંગેશકર ચોક પાસે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરાશે અને મીડિયાના પ્રતિનીધિઓ તેનું કવરેજ કરી શકશે.
બીજી તરફ રામ મંદિર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. આ એ સ્થળ છે જ્યાં મીરબાંકીએ મંદિર તોડ્યું હતું. હવે અહીં ફરીથી ભવ્ય રામ મંદિર તૈયાર થઇ રહ્યું છે. મંદિર તરફ જવાના રસ્તા પર ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુખ્ય પરસિરનું આ દ્વાર છે જ્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ હજારો લોકો આવવાની શક્યતા છે. આ રામ ભક્તોમાં VIP લોકો પણ પધારવાના છે. યુપી પોલીસ સહિતની કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે એલર્ટ પર છે. આ સાથે સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. 20 જાન્યુઆરીથી અયોધ્યાની સરહદ સીલ કરી દેવામાં આવી છે. તે સહિત બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 19 જાન્યુઆરી રાતથી ટ્રાફિક ડાઈવર્ઝન લાગુ કરવામાં આવ્યું. અમેઠી, સુલતાનપુર, ગોંડા, લખનૌ, બસ્તીથી અયોધ્યા તરફ આવતી ટ્રેનોને અલગ-અલગ રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રની પ્રથમ ઝલક