નાણામંત્રી Nirmala Sitharaman 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય Budget 2025 રજૂ કરશે. Halwa Ceremony એ એક અનોખી પરંપરા છે સ્વતંત્રતા પછીથી ચાલી આવી છે. Halwa Ceremony એ પ્રતીક છે કે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને હવે તેને છાપવાનું કામ શરૂ થશે. આ બજેટ બનાવવામાં સામેલ કર્મચારીઓ પ્રત્યે આદર અને તેમની મહેનતની સ્વીકૃતિ દર્શાવે છે. કઢાઈને સ્પર્શ કરીને અને હલવો પીરસીને બજેટ છાપવાના કામને લીલી ઝંડી આપવામાં આવે છે. બજેટનું છાપકામ નોર્થ બ્લોકના ભોંયરામાં થાય છે. છાપકામ માટે અહીં એક પ્રિન્ટિંગ પ્રેસ છે.
બજેટ ભારત સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ અને ગુપ્ત દસ્તાવેજ હોવાથી તેની ગુપ્તતા જાળવવી ખૂબ જરૂરી છે. આ માટે બજેટની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણા મંત્રાલયમાં જ રાખવામાં આવે છે.

બજેટ અંગેની રસપ્રદ વાતો
- દેશનું સૌથી લાંબુ બજેટ શબ્દોની દ્રષ્ટિએ કોંગ્રેસના કાર્યકાળમાં આવ્યું
- સૌથી લાંબી અને ટૂંકી બજેટ સ્પીચ ભાજપના કાર્યકાળમાં આવી
- 2021નું બજેટ ભાષણ એ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ
- નાણામંત્રી નિર્મલા સીતારમણે 2 કલાક 40 મિનિટનું ભાષણ આપ્યું
- સૌથી ઓછા શબ્દોની બજેટ સ્પીચનું કનેક્શન ગુજરાત સાથે
- સૌથી ટૂંકું બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ હિરુભાઈ એમ. પટેલના નામે
- તેમણે 1977મા માત્ર 800 શબ્દોનું બજેટ ભાષણ વાંચ્યું
- સૌથી લાંબુ બજેટ શબ્દોની દ્રષ્ટિએ પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહે વાંચ્યું
- પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહે 1991મા 18,700 શબ્દોની સ્પીચ આપી
આ પણ વાંચો – Budget History: ભારતમાં પહેલું બજેટ કોણે રજૂ કર્યું?
10 વખત રેકોર્ડ બજેટ રજૂ
આઝાદી પછી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ Morarji Desai ના નામે છે. તેમણે 10 વખત રેકોર્ડ બજેટ રજૂ કર્યું. આ પછી પી ચિદમ્બરમે 9 વખત અને પ્રણવ મુખર્જી અને યશવંત સિન્હાએ 8-8 વખત બજેટ રજૂ કર્યું. આ વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ હશે. આ બજેટ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરવામાં આવશે.