ભારતમાં Budget History 164 વર્ષથી પણ જૂનો છે. ભારતમાં પહેલું બજેટ લાવવાનો અને રજૂ કરવાનો શ્રેય James Wilson નામના અંગ્રેજ અધિકારીને જાય છે. તેમણે 18 ફેબુ્આરી 1860માં વાઇસરોયની પરિષદમાં પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું. આઝાદી પછી દેશનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તત્કાલીન નાણામંત્રી આર. કે. સન્મુખમ ચેટ્ટીએ આ બજેટ રજૂ કર્યું હતું.

‘બજેટ’ ફ્રેન્ચ શબ્દ ‘બૂગેટ’ પરથી આવ્યો છે. “બૂગેટ” શબ્દ પણ “બૂજ” પરથી આવ્યો છે જેનો અર્થ ચામડાની થેલી થાય છે. બજેટ એ એક પ્રકારનું મની બિલ છે. બજેટ એ ચોક્કસ સમયગાળા માટે સરકારની આવક અને ખર્ચનો હિસાબ છે. બજેટમાં જણાવવામાં આવે છે કે સરકાર પાસે નાણાં ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા?
બજેટનો ઈતિહાસ
- બંધારણના અનુચ્છેદ 112માં ભારતના કેન્દ્રીય બજેટને વાર્ષિક લેખાજોખા તરીકે સમાવેશ કરવામાં આવ્યો
- બજેટને લાગૂ કરતા પહેલા સંસદમાં પાસ કરવું જરૂરી
- ભારતનું પ્રથમ બજેટ રૂ. 197.39 કરોડનું હતું
- આ બજેટમાંથી 92.74 કરોડ માત્ર સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા
- પ્રથમ બજેટમાં દેશને 24.59 કરોડની નાણાંકીય ખોટ સહન કરવી પડી
- 1950માં રજૂ કરવામાં આવેલું બજેટ ભારતનું પ્રથમ સરપ્લસ બજેટ હતું
આ પણ વાંચો – Donald Trump: અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ
Budget History – ભારતમાં, 1955-56 પહેલા, દેશનું સામાન્ય બજેટ અંગ્રેજીમાં પ્રકાશિત થતું હતું. પરંતુ આ પછી તે હિન્દીમાં પ્રકાશિત થવા લાગ્યું. આઝાદી બાદ પ્રથમ મહિલા નાણામંત્રી ઈન્દિરા ગાંધીએ વર્ષ 1970માં બજેટ રજૂ કર્યું હતું. આ વખતે દેશનું સામાન્ય Budget 2025 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. ત્યારે Modi 3.0 નું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. અને કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman નું આ સતત આઠમું બજેટ હશે.