ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રનું આગવું મહત્વ રહેલું છે. ભવિષ્ય જોવાની અને ભવિષ્ય જણાવવાની પરંપરા ભારતમાં પ્રાચીન સમયથી ચાલતી આવે છે. જાણો કેવું રહેશે નવું વર્ષ વિક્રમ સંવત 2080નું વાર્ષિક રાશિફળ. સચોટ ભવિષ્યવાણી ફર્સ્ટ રે ન્યૂઝના નિષ્ણાતો દ્વારા અહીં ઉપલબ્ધ છે આપની રાશિ પ્રમાણેની ભવિષ્યવાણી.
મેષ રાશિ
- આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે મધ્યમ સાબિત રહેશે
- આર્થિક બાબતે આ વર્ષ સામાન્ય બની રહેશે, નાણાકિય લેવડદેવડમાં સાવચેતી રાખવી
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મહેનત પ્રમાણે ફળ આપનારું સાબિત થશે
- સ્ત્રીઓને ગુસ્સો વગેરે વધારે જોવા મળી શકે
- વ્યાપારમાં નુકસાન થવાની સંભાવના છે
વૃષભ રાશિ
- આ વર્ષે આરોગ્યની બાબતમાં થોડું સાચવવાની જરૂર પડશે
- આર્થિક બાબતે આ વર્ષ આપના માટે મધ્યમ સાબિત થશે
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષે થોડી વધારે મહેનત કરવાની જરૂર પડશે
- સ્ત્રીઓ માટે આ વર્ષ લાભકારી સાબિત થશે
- નોકરી-ધંધામાં સાવચેતી રાખવી
મિથુન રાશિ
- આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષે પેટ દુખાવો કે પેટની તકલીફો રહ્યા કરે
- આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ થોડુંક આપના માટે નબળું સાબિત થશે
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મહેનતનું પરિણામ આપનાર રહેશે
- આ વર્ષ સ્ત્રીઓ માટે શુભ સાબિત થશે
- આ વર્ષે લક્ષ્ય સાધીને કામ કરશો તો જ લાભ પ્રાપ્ત થશે
કર્ક રાશિ
- આ વર્ષે ખૂબ ધન લાભ પ્રાપ્ત થશે, આ વર્ષે કેટલાક મહત્વપૂર્ણ બદલાવો જોવા મળશે
- આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપવા માટે શુભ સાબિત થશે
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે
- સ્ત્રીઓ માટે આ વર્ષ થોડાક ઉતાર ચડાવ સાથે ભરેલું રહેશે
- નોકરી ધંધામા સારી સફળતા પ્રાપ્ત કરવા વાળું વર્ષ રહેશે
સિંહ રાશિ
- આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભપ્રદ તથા પૈતૃક સંપત્તિનો પણ લાભ પ્રદાન કરનાર છે
- આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ સામાન્ય બની રહેશે
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પરિણામો સારા જોવા મળશે તો મહેનત થોડીક વધારે કરવી પડશે
- સ્ત્રીઓ માટે આ વર્ષ માન સમ્માન વધારનાર સાબિત થશે
- વ્યવસાયની દ્રષ્ટિએ લાભપ્રદ સાબિત થશે
કન્યા રાશિ
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષે થોડી વધારે મહેનત કરવી પડશે
- વ્યાપારિક દ્રષ્ટિએ સાવચેત રહેવાની આવશ્યકતા બની રહેશે
- આ વર્ષે કોઈની પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો
- કમરના દુખાવાની તકલીફો જોવા મળી શકે
- સ્ત્રીઓ માટે આ વર્ષ લાભપ્રદ સાબિત થશે
તુલા રાશિ
- આ વર્ષે શુભ પરિણામો દરેક એકત્રે જોવા મળશે
- આ વર્ષે નિશ્ચિત રૂપમાં તમારા કાર્યોમાં સફળતા મળશે
- વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં, સામાજિક રીતે આ વર્ષે માન સન્માન મળી શકે એમ છે
- આ વર્ષે આરોગ્યની દ્રષ્ટિએ સાચવવાની જરૂર થશે
- સ્ત્રીઓ માટે આ વર્ષ ભાગ્યવર્ધક સાબિત થશે
વૃશ્ચિક રાશિ
- આ વર્ષે આર્થિક બાબતે થોડી તકલીફો જોવા મળશે, દેવુ વધી શકે છે
- આરોગ્યની બાબતે આ વર્ષે પિત્ત વિકારની થોડી તકલીફો પડી શકે છે
- વિદેશમાં નોકરીમાં નિવાસ કરવાનું સપનું જોતા હો તો એ સપનું પૂરી થઈ શકે એમ છે
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષે થોડી વધારે મહેનત કરવી પડશે જે લાભ આપનાર બનશે
- સ્ત્રીઓ માટે આ વર્ષે સાચવવાની જરૂર રહેશે આરોગ્યની બાબતે
ધન રાશિ
- આ વર્ષ આપના માટે ભાગ્ય વર્ધક સાબિત થશે આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે
- પરિવાર અને મિત્રોની સાથે આ વર્ષે સારો સમય પણ પસાર કરી શકાશે
- આરોગ્ય આ વર્ષે સામાન્ય બની રહેશે
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ ઉમદા સાબિત થવાનું છે ખુશખબરીઓ વાળું સાબિત થશે
- સ્ત્રીઓ માટે આ વર્ષે સરકારી નોકરીના અવસરો પ્રાપ્ત થઈ શકે છે
મકર રાશિ
- આ વર્ષ કેટલાય પ્રકારના ઉતાર ચડાવ જીવનમાં જોવા મળી શકે
- આ વર્ષે ખોટા ખર્ચથી બચવા પ્રયત્ન કરવા, આવક અને જાવક સમાન જણાય
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષે થોડુક વધારે ફોકસ કરવાની જરૂર બની રહેશે માનસિક ચિંતા વધી શકે
- આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય વર્ષ બની રહેશે
- સ્ત્રીઓ માટે આરોગ્ય સાચવવાની આવશ્યકતા રહેશે
કુંભ રાશિ
- થોડીક તકલીફો વર્ષની શરૂઆતમાં જોવા મળી શકે
- વાણી ઉપર સંયમ જાળવી રાખો આપના માટે લાભકારી સાબિત થશે
- આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ લાભકારી સાબિત થશે
- આરોગ્યની દ્રષ્ટિએ સાંધાના દુખાવાની તકલીફો સામાન્ય રીતે જોવા મળી શકે
- સ્ત્રીઓ માટે પ્રણય પ્રસંગોમાં તકલીફો જણાઈ શકે છે
મીન રાશિ
- આ વર્ષ મિશ્ર ફળવાળું બની રહેશે, ઉતાર ચડાવોની સ્થિતિનો સામનો કરવો પડી શકે
- આર્થિક બાબતે આ વર્ષે અણધાર્યા ખોટા ખર્ચ સંભવી શકે છે
- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ જ શુભ પરિણામ આપનારું સાબિત થશે
- આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષમાં લાભ જોવા મળી શકે
- સ્ત્રીઓ માટે આ વર્ષ પ્રગતિકારક જોવા મળી રહી છે