2022માં વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શન હેઠળ ફિલ્મ બની – ધ કાશ્મીર ફાઈલ્સ. આ ફિલ્મમાં દર્શાવેલી તમામ ઘટનાઓને નરસંહાર તરીકે પ્રસ્તુત કરવામાં આવી. એક તરફ આ ફિલ્મને લઈને વિવાદ સર્જાયો તો બીજી તરફ ઘણા લોકોએ ફિલ્મનો પ્રચાર કર્યો. પણ આ ફિલ્મમાં ક્યાંય પણ Article 370 શું છે કે પછી કેમ નાબૂદ કરવામાં આવે તે વિષયને સ્પર્શ કર્યો નથી.
હવે બે વર્ષ બાદ કલમ 370ને લઈને ફિલ્મ બની Article 370, આ ફિલ્મના નિર્દેશક છે આદિત્ય સુહાસ જાંભલે. કલમ 370ને લગતી ઘટનાઓની ઘોંઘાટ બતાવવાનો એક ઉમદા પ્રયાસ થયો છે. જેના કારણે આજે જમ્મુ અને કાશ્મીરને એક વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેના લઈને 1947થી ચર્ચાઓ થઈ રહી હતી.
ફિલ્મની વાર્તા શું છે?
Article 370 હટાવવા પાછળ શું રણનીતિ હતી, આટલા મોટા નિર્ણય પાછળ કોણ હતા. તે સમયે શું ઘટનાઓ હતી? આ જ ફિલ્મની વાર્તા કહે છે. આઝાદી બાદથી અમલમાં આવેલી આ જોગવાઈને તુરંત જ દૂર કરવામાં નથી આવી. આ માટે બે-ત્રણ વર્ષથી પડદા પાછળ ઘણી ચર્ચા થઈ હતી.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
આવી ફિલ્મો માટે યામી ગૌતમ બેસ્ટ એક્ટર છે. ‘ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક’ પછી તેણે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. યામીએ NIA એજન્ટના રોલમાં સારી એક્શન કરી છે. PM0માં સેક્રેટરી બનેલી પ્રિયમણિએ ગંભીરતાથી પોતાની ભૂમિકા ભજવી છે. આ રોલમાં એકદમ ફિટ બેસે છે. ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા કિરણ કર્માકર આ ફિલ્મનું Shocking Element છે. કિરણે એ જ શૈલીમાં કલમ 370 હટાવતા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા ભાષણનું પુનરાવર્તન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં અરુણ ગોવિલ થોડા હળવા લાગે છે. વૈભવ તત્ત્વવાદીએ આર્મી ઓફિસરની ભૂમિકામાં પ્રભાવિત કર્યા છે.

ફિલ્મના બીજા પાસાઓ
આદિત્ય સુહાસ જાંભલે ફિલ્મના દિગ્દર્શક છે. ફિલ્મની લંબાઈ 2 કલાક 38 મિનિટ છે. પણ ખાસ વાત એ છે કે ફિલ્મમાં તમામ તથ્યોને ઝડપથી આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને ઘણી જગ્યાએ ડાયરેક્શનના માધ્યમથી ઈન્ટરેસ્ટ ઉભો કરવામાં સફળ રહ્યા છે. ફિલ્મમાં એક જ ગીત છે, જે બેકગ્રાઉન્ડમાં વાગે છે. આ ફિલ્મનું નિર્માણ યામી ગૌતમના પતિ નિર્દેશક આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈકના નિર્માતા છે.
હિટ કે ફ્લોપ?
કલમ 370 હટાવવા પાછળ શું રણનીતિ હતી, અને ઈતિહાસને લઈને રસ ધરાવો છો તો તમે આ ફિલ્મ જોઈ શકો છો. આ ફિલ્મમાં રિયાલિટી ખૂબ જ સિનેમેટિક શૈલીમાં રજૂ કરવામાં આવી છે, જે તમને ના પણ ગમે. આટલો મોટો મુદ્દો થોડી ઘણી ચૂક તો થઈ છે. પણ તેમ છતા આ ફિલ્મ વન ટાઈમ વૉચ માટે સારી છે.
આ પણ વાંચો: વિરાટ અને અનુષ્કા બન્યા માતા-પિતા