ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. 52 વર્ષીય Mohan Majhi એ બુધવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહદેવ (67) અને પ્રભાવતી પરિદા (57)એ પણ શપથ લીધા હતા.
Mohan Majhi કેબિનેટમાં 13 મંત્રીઓએ પણ શપથ લીધા. તેમાં સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ, કૃષ્ણ ચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, મુકેશ મહાલિંગા, બિભૂતિ ભૂષણ જેના, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા, ગણેશ રામ સિંહ ખૂંટિયા, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બલસામંતા, ગોકુલા નંદ મલ્લિક અને સંપદ કુમાર સ્વૈનનો સમાવેશ થાય છે.
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, અમિત શાહ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, હરિયાણા, ગોવા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક સીએમ-નિયુક્ત મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
સીએમ મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહના સમાપન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભૂતપૂર્વ સીએમ અને બીજેડીના વડા નવીન પટનાયક સાથે વાત કરી હતી.
CM મોહન ચરણ માઝીની કેબિનેટ
- સુરેશ પૂજારી
- રબીનારાયણ નાઈક
- નિત્યાનંદ ગોંડ
- ગણેશ રામસિંહ ખુંટીયા
- સૂર્યવંશી સૂર્ય
- કૃષ્ણ ચંદ્ર પાત્ર
- પ્રદીપ બાલસામંતા
- ગોકુલા નંદા મલિક
- સંપદ કુમાર સ્વેન
- પૃથ્વીરાજ હરિચંદન
- મુકેશ મહાલિંગ
- બિભૂતિ ભૂષણ જેના
- કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા
આ પણ વાંચો: Chandrababu Naidu: ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા