દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ રમખાણો સંબંધિત કેસમાં સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા છે..આ મામલો દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં ત્રણ શીખોની કથિત હત્યા સાથે સંબંધિત હતો.
1984માં દિલ્હી કૅન્ટોનમૅન્ટ વિસ્તારમાં છ લોકોની હત્યા કરી દેવાઈ હતી, તપાસના રિપોર્ટ પ્રમાણે, શીખ વિરોધી રમખાણો સ્વયંભૂ ન હતા અને તેને કૉંગ્રેસી નેતાઓએ ઉશ્કેર્યા હતા. જેના પ્રત્યક્ષદર્શીઓએ સજ્જન કુમારને એમ કહેતાં સાંભળ્યા હતા કે ‘એક પણ શીખ બચવો ન જોઈએ.’ શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસીઓની ભૂમિકા અંગે કૉંગ્રેસના નેતા અને તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ તથા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અગાઉ માફી માગી ચૂક્યાં છે..
1984માં 31મી ઑક્ટોબરે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. બે શીખ અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી. જેના પરિણામે શીખો વિરુધ્ધ રમખાણ ફાટી નીકળ્યા હતા. રાજધાની દિલ્હીમાં પરિસ્થિતિ સૌથી ખરાબ હતી..દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં ત્રણ દિવસમાં લગભગ ત્રણ હજાર શીખોની હત્યા થઈ હતી.ઠેકઠેકાણે તોડફોડ કરવામાં આવી હતી.હજારો લોકો બેઘર થયા હતા.રમખાણોમાં કૉંગ્રેસી નેતાઓનો હાથ હોવાના આક્ષેપો થયા હતા.
જગદીશ કૌર આ મામલામાં મુખ્ય ફરિયાદ કર્તા છે અને પ્રત્યક્ષદર્શી છે..જસ્ટીસ જી.ટી.નાણાવટી આયોગની ભલામણો પર 2005માં સજ્જન કુમાર અને અન્ય એક આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.. સીબીઆઈએ આરોપી વિરુદ્ધ જાન્યુઆરી 2010માં બે ચાર્જશીટ દાખલ કરી હતી.. હાઈકોર્ટે સજ્જન કુમારને રૂ.પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો અને આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું.. એપ્રિલ 2013માં દિલ્હીની એક નીચલી કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હી છાવણીમાં પાંચ શીખોની હત્યા મામલે સજ્જન કુમારને તમામ આરોપોથી મુક્ત કરી દીધા હતા.સજ્જન કુમાર બીજા શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત જાહેર થયા બાદથી જેલમાં છે…પણ હવે આ મામલે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમાર અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે..