Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeHEALTH & FITNESSChandipura Virus: બાળકો બન્યા વાયરસનો ભોગ

Chandipura Virus: બાળકો બન્યા વાયરસનો ભોગ

Share:

ગુજરાતમાં Chandipura Virus નો કહેર જોવા મળી રહ્યો છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા Chandipura Virus ના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાયરસથી 8 બાળકના અને આજે 6 બાળકોના મોત થયા છે. જેમાં ગોધરાના 1, ગાંધીનગરમાં 1, અમદાવાદમાં 1 અને મહેસાણાનાં 1 બાળક સહિત અન્ય બે બાળકના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 26 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે.

શું છે ચાંદીપુરા વાયરસ?

ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તાર આ વાયરસથી પ્રભાવિત છે. આ એક RNA વાયરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ (એન્સેફ્લાઇટિસ)નો શિકાર થઈ જાય છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવે છે. એ મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઇવાથી બ્લડમાં વાઈરસ પહોંચતાં એનું સંક્રમણ ફેલાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો
  • બાળકને સખત તાવ આવવો
  • ઝાડા થવા
  • ઉલ્ટી થવી
  • ખેંચ આવવી
  • અર્ધભાન કે બેભાન થવું
ચાંદીપુરા વાયરસથી બચવા માટે શું કરવું?
  • બાળકોને જંગલોમાં જવાથી રોકવા
  • મચ્છર-માખીનો ઉપદ્રવ અટકાવવો
  • લક્ષણો દેખાતા જ ડૉક્ટરની સલાહ લેવી

આ પણ વાંચો: Teachers: 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments