પ્રખ્યાત કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક Adar Poonawalla ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO Adar Poonawalla હવે ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડિરેક્ટર અને નિર્માતા કરણ જોહર સાથે કામ કરશે. અહેવાલ છે કે આદર પૂનાવાલા Dharma Productions પ્રાઈવેટ લિમિટેડમાં રૂ. 1000 કરોડમાં 50 ટકા હિસ્સો ખરીદશે. ફિલ્મ નિર્માતા કરણ જોહરનો ધર્મા પ્રોડક્શન્સમાં બાકીનો 50 ટકા હિસ્સો હશે અને તે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન રહેશે. આની સાથે, અપૂર્વા મહેતા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે રહેશે.
કોણ છે આદર પૂનાવાલા?
આદર પૂનાવાલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતમાં કોવિડ રસી બનાવવા માટે જાણીતા છે. જ્યારે કોવિડની મહામારીમાં દેશમાં કોવિશિલ્ડ દ્વારા બધી રસી આપવામાં આવી હતી, ત્યારે આદર પૂનાવાલા સંપૂર્ણપણે લાઇમલાઇટમાં આવ્યા હતા.
આ પણ વાંચો: Diwali 2024: આ દિવસે ઉજવવામાં આવશે દિવાળી
Dharma Productions ની શરૂઆત યશ જોહરે 1997 માં કરી હતી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર કરણ જોહરે 2004 માં કંપનીનો હવાલો સંભાળ્યો હતો. ફિલ્મ પ્રોડક્શન કંપનીએ કભી ખુશી કભી ગમ, માય નેમ ઇઝ ખાન, કેસરી, સિમ્બા, ધડક, યે જવાની હૈ દીવાની, જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેમાંથી ઘણી બ્લોકબસ્ટર હિટ રહી છે.
આદર પૂનાવાલા દ્વારા સંચાલિત સિરિન પ્રોડક્શન્સ અને ધર્મા પ્રોડક્શન્સ હવે વિવિધ પ્રકારના કન્ટેન્ટ શેર કરશે. આદર પૂનાવાલાના સિરિન પ્રોડક્શન્સના આકારણી મુજબ, ધર્મ પ્રોડક્શન્સનું મૂલ્યાંકન 2000 કરોડ છે. આ અર્થમાં, આદર પૂનાવાલાએ ધર્મ પ્રોડક્શન્સનો 50 ટકા, ભાગ 1000 કરોડમાં ખરીદ્યો છે. કરણ જોહર આદર પૂનાવાલા અને તેની પત્ની નતાશા પૂનાવાલાનો ખૂબ જ નજીકનો મિત્ર છે.