ભુરા એ ડોકટર ને ફોન કર્યો :
ડોકટર સાયબ,
મે કોરોનાથી બચવા અમુક ઉપાય ચાલુ કર્યા છે,
જેવા કે,
યોગ,
વોકીંગ,
લીંબુ પાણી,
હળદર વાળુ દુધ,
ફણગાવેલ કઠોળ,
લસણ,
બદામ,
આદુ,
મીથીલીન બ્લુ,
સુંઠ,
અજમો,
કપુર,
લવીંગની પોટલી એ પણ રાખુ છુ.
હર્બલ ઉકાળો,
સવાર સાંજ ગરમ વરાળ, ગરમ પાણી,
ગળો,
હોમીયોપેથીક અને અમુક એલોપથી દવા
તથા
મોઢા પર ડબલ માસ્ક,
સેનિટાઈઝર
અને
દિવસ મા પચાહ વખત હાથ ધોવ છુ,
સામાન હોમ ડીલેવરીથી મંગાવુ છુ,
ને,
પેમેન્ટ paytmથી કરૂ છુ,
કોઈના લગનમાં જાતો નથી ,
થાળી, વાટકા વગાડી લીધા છે,
દિવો પણ કરી લીધો છે, કોરોનામાંનું વ્રત પણ રાખી લીધુ છે,
અને ટર્મ લાઈફ વીમો પણ લઈ લીધો છે,
અને
વેક્સિનના બેય ડોઝ લઈ લીધા છે,
ઓક્સિજન નો બાટલો અને Remdicivir ઈન્જેકશન ની વ્યવસ્થા પણ કરી લીધી છે.
હવે મારે શું લેવુ જોય?
ડોકટર : હવે તને કોક નાભી ( દુંટી) માં તીર મારે ને તો જ મરીશ…બાકી હવે તૂ અમર થઈ ગયો છે.