આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં Sudarshan Setu નું ઉદ્ઘાટન કર્યું છે. આ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. Sudarshan Setu બ્રિજના ઉદ્ઘાટનથી દ્વારકાથી બેટ દ્વારકા જતા મુસાફરોને ઘણો ફાયદો થવાનો છે.
સુદર્શન બ્રિજની વિશેષતા
- સુદર્શન સેતુ રૂ. 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો
- બ્રિજની લંબાઈ 2.32 કિમી છે, જે દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે
- આ પુલની બંને બાજુએ ભગવદ ગીતાના શ્લોકો અને ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર સ્થાપિત
- દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે મુસાફરી કરતા ભક્તોનો ઘણો સમય બચશે
- પુલની લંબાઈ 2,320 મીટર છે, જેમાંથી 900 મીટર કેબલ-સ્ટેડ ભાગ છે
- બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, બંને બાજુ 2.50 મીટરની ફૂટપાથ છે
- ફૂટપાથ પર લગાવવામાં આવેલી સોલાર પેનલ 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે
- બ્રિજ પર કુલ 12 સ્થળોએ પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી
વડાપ્રધાન મોદીએ સ્કૂબા ડાઈવિંગ કર્યું
વડાપ્રધાન મોદીએ દ્વારકામાં બોટ રાઈડ કરી હતી. વડાપ્રધાન મોદી સુદામા બ્રિજ પાસે બોટિંગ કરવા ગયા હતા. તેમનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને આ વિસ્તારમાં આકર્ષવાનો છે. લક્ષદ્વીપ બાદ વડાપ્રધાન મોદી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરવા ગયા હતા. દ્વારકાથી લગભગ 2 નોટિકલ માઈલ દૂર પાંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું. તેમણે સુપ્રસિદ્ધ દ્વારકાના અવશેષોની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી આ દ્વારકા અંગે ઘણું બધુ લખ્યું છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વમકર્માએ ખુદ આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું.
આ પણ વાંચો: અરબ દેશમાં પ્રથમ હિન્દુ મંદિર, PM મોદીના હસ્તે ઉદ્ધાટન