પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થતાં બે લોકોના મોત નીપજ્યા છે.. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પંજાબના લુધિયાણાની જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે મોટો વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે. જેમાં બેના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા છે. જેમણે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.. ધડાકાના કારણે પાર્કિંગમાં ઊભેલી કારો પણ ડેમેજ થઈ. જો કે કોર્ટમાં વકીલોની હડતાળ ચાલુ છે એટલે કોર્ટમાં વધુ ભીડ નહતી. આ ધડાકો કોઈ બોમ્બ વિસ્ફોટનો હતો કે પછી સિલેન્ડર ફાટ્યું તે સ્પષ્ટ થયું નથી.તે અંગે તપાસ ચાલું છે.. આપને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં ધડાકો થયો હતો. ત્યારે ત્યાં હાજર નાયબ ઘાયલ થયો હતો.
આ બ્લાસ્ટ અંગે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ વિસ્ફોટ પાછળ દેશ વિરોધી તાકાતોનો હાથ છે. પંજાબના લોકોએ સાવધાન રહેવું જોઈએ. પ્રદેશમાં ચૂંટણી પહેલા માહોલ બગાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ટ્વીટ કરતા ઘાયલોના જલદી સાજા થવાની કામના વ્યક્ત કરી છે.