ઘણા લોકોને એવા હોય છે જેઓ જ્યાં સુધી ઠંડુ પાણી ન પીવે ત્યાં સુધી તેમની તરસ છીપાતી નથી, અથવા તો તેમને શાતા વળતી નથી. પરંતુ હુંફાળું પાણી પીવાના અનેક લાભ છે. ડોક્ટરથી લઇને ડાયટિશિયન દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જો કે કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે તો કેટલાકને ગરમ કે હૂંફાળું પાણી પીવાનું પસંદ હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીએ હૂંફાળું પાણી પીવાના કેટલાક લાભ વિશે…
હૂંફાળું પાણી પીવાના લાભ
સફાઈ અને શુદ્ધિ
ગરમ પાણી શરીરને અંદરથી સાફ કરે છે. જો કે સવારે હૂંફાળું પાણી પીવાથી શરીરના બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. અને શરીરની સંપૂર્ણ સિસ્ટમ સાફ થઇ જાય છે.
કબજિયાત દૂર કરે
શરીરમાં પાણીની કમી સર્જાવાથી કબજિયાતની સમસ્યા પેદા થાય છે. દરરોજ સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે.
સ્થૂળતા ઓછી કરે
સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.
શરદી અને તાવ માટે
જો ગળામાં પીડા કે ટોન્સિલ થઇ ગયા છે તો હૂંફાળું પાણી પીઓ. હૂંફાળાં પાણીમાં સામાન્ય સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી લાભ મળે છે.
ખૂબ પરસેવો પાડો
જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલુ પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.
શરીરની પીડા દૂર કરે
માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે હૂંફાળા પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.