Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeGUJARAT NEWSParshottam Rupala: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર

Parshottam Rupala: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર

Share:

રાજ્યમાં સામાજિક સ્તરે સ્થિતિ ડામાડોળ છે, તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન બાદથી રાજ્યભરમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજે Parshottam Rupala ને હટાવવા માટે માગ કરી છે. ગોંડલમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ માફી માંગી ચૂક્યા છે. તેમ છતાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ લોકસભાની બેઠકનો ઈતિહાસ

રાજકોટ લોકસભા બેઠક પરથી પ્રધાનમંત્રી મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. 1951માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. પક્ષની સાથે અહીં જ્ઞાતિ સમીકરણ પણ પ્રભાવ દર્શાવે છે. રાજકોટમાં જનસંઘથી ભાજપનું પ્રભુત્વ છે. આ સાથે રાજકોટના રાજકારણની સૌરાષ્ટ્ર પર અસર પડે છે.

પરશોત્તમ રૂપાલાની રાજકીય સફર

Parshottam Rupala એક ભારતીય રાજકારણી છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય છે. તેઓ મોદી કેબિનેટમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી છે. પરશોત્તમ ખોડાભાઈ રૂપાલાએ 1976માં B.Sc અને 1977માં B. Ed ની ડિગ્રી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી.

રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપે કડવા પાટીદાર સમાજમાંથી આવતા મોહન કુંડારીયાની ટિકિટ કાપીને તેમની જગ્યાએ કડવા પાટીદાર સમાજના પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી. પરશોત્તમ રૂપાલા કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં 8 બેઠકો પૈકી એક રાજકોટ લોકસભા બેઠક એવી છે કે તે કડવા પાટીદાર સમાજને ફાળે જાય છે. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ બેઠક પર રૂપાલાને ઉમેદવાર જાહેર કરીને એક તીરથી બે નિશાન લગાવ્યા છે. ભાજપે કડવા પાટીદાર સમાજનું સામાજિક સંતુલન પણ જાળવ્યું છે અને રૂપાલાને સાંસદ તરીકે રિપીટ કરવાની યોજના બનાવી છે.

આ પણ વાંચો: Dinesh Makwana: અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર

આ પણ વાંચો: 07 તબક્કામાં ચૂંટણી, 04 જૂને પરિણામ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments