ભાજપે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા Dinesh Makwana ને સંગ્રામમાં સેનાપતિ તરીકે ઉતાર્યા છે. અમદાવાદ પશ્ચિમ એ અનુસૂચિત જનજાતિમાં અનામત છે. ભાજપ દ્વારા આ વખતે પક્ષમાં સામાન્ય કાર્યકરની છબી ધરાવનારની પસંદગી કરવામાં આવી છે. Dinesh Makwana બિનવિવાદિત ચહેરો છે.
દિનેશ મકવાણાની રાજકીય સફર
દિનેશ મકવાણાનો જન્મ 16 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે B.A LLB સુધીનો અભ્યાસ કર્યો છે. દિનેશ મકવાણા 1987થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. દિનેશ મકવાણા સૌપ્રથમ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. દિનેશ મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક
2009માં અમદાવાદ પશ્ચિમ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી ત્રણ ટર્મથી અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો છે. રાજ્યના આર્થિક પાટનગરની સૌથી ચર્ચિત બેઠક છે. આ બેઠક સંપૂર્ણપણે શહેરી વિસ્તાર અને મતદાર ધરાવે છે. 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ પ્રથમ વખત ઉમેદવાર બદલવામાં આવ્યા છે. આ સીટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી કિરીટ સોલંકી સાંસદ હતા.
અમદાવાદ પશ્ચિમ બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીંબડા, અસારવા અને મણિનગર વિધાનસભા વિસ્તાર સમાવિષ્ટ છે. કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા એ કોંગ્રેસ પાસે છે. દિનેશ મકવાણા આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા તે દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર છે.
આ પણ વાંચો: Amit Shah: ગાંંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર
આ પણ વાંચો: 07 તબક્કામાં ચૂંટણી, 04 જૂને પરિણામ