Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeRELIGIONMahakumbh 2025: દુર્લભ સંયોગમાં મહાકુંભની શરૂઆત

Mahakumbh 2025: દુર્લભ સંયોગમાં મહાકુંભની શરૂઆત

Share:

હિંદુ ધર્મમાં મહાકુંભનું ઘણું મહત્વ છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો Mahakumbh 2025 માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 45 દિવસ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે 26 ફેબ્રુઆરીએ પૂરો થશે. તમને જણાવી દઈએ કે આ મેળાનું આયોજન દર 12 વર્ષના અંતરાલમાં કરવામાં આવે છે.

મહાકુંભ મેળો એ ધાર્મિક-આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે, જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોવાનું હિંદુઓ માને છે. કુંભમેળાને સદીઓથી પૃથ્વી પરના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ વિશાળ મેળાને જોવા માટે દુનિયાભરમાંથી લોકો પ્રયાગરાજ પહોંચે છે.

શાહી સ્નાન પર રવિ યોગ

Mahakumbh 2025 નું પ્રથમ શાહી સ્નાન 13 જાન્યુઆરી 2025 રોજ પૌષ પૂર્ણિમાએ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલા શાહી સ્નાન પર રવિ યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સ્નાન કરવાથી જીવનના બધા પાપ ધોવાઈ જાય છે. આ સાથે જ ઘરમાં સુખ-શાંતિ પણ રહે છે. હિન્દુ કેલેન્ડર મુજબ રવિ યોગ 13 જાન્યુઆરીએ સવારે 7.15થી 10.38 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો – BHARATPOL: હવે અપરાધીઓની ખેર નહીં!

શાહી સ્નાનના તારીખો

  • પ્રથમ શાહી સ્નાન – 13 જાન્યુઆરી 2025 – મકરસંક્રાંતિ
  • બીજુ શાહી સ્નાન – 29 જાન્યુઆરી 2025 – મૌની અમાવસ્યા
  • ત્રીજું શાહી સ્નાન – 3 ફેબ્રુઆરી 2025 – વસંત પંચમી
  • ચોથું શાહી સ્નાન – 12 ફેબ્રુઆરી 2025 – માઘ પૂર્ણિમા
  • પાંચમું શાહી સ્નાન – 26 ફેબ્રુઆરી 2025 – મહાશિવરાત્રી


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments