Wednesday, 23 Apr, 2025
spot_img
Wednesday, 23 Apr, 2025
HomeNATIONALSukhdev Singh: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યા

Sukhdev Singh: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યા

ટોક ઓફ ધ ટાઉન છે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ Sukhdev Singh ગોગામેડીની હત્યા

Share:

સુખદેવસિંઘ ગોગામેડી જે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ હતા. તેમની મંગળવારે રાજધાની જયપુરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સુખદેવસિંઘ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.

કોણ છે સુખદેવસિંઘ ગોગામેડી?

સુખદેવસિંઘને 2012માં લોકેન્દ્રસિંઘ કાલવી દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગોગામેડી બસપા તરફથી બે વખત ચૂંટણી પણ લડી ચૂક્યા છે. કાલવી સાથેના વિવાદ પછી, ગોગામેડીએ રાષ્ટ્રીય શ્રી રાજપૂત કરણી સેનાના નામથી એક અલગ સંગઠન બનાવ્યું હતું. સુખદેવસિંઘ ગોગામેડીની હત્યા બાદ સમગ્ર રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુખદેવસિંઘ ગોગામેડી રાજસ્થાનમાં રાજપૂત રાજકારણનો મોટો ચહેરો છે. લોકેન્દ્રસિંઘ કાલવીના મૃત્યુ પછી સુખદેવસિંઘને સૌથી આક્રમક રાજપૂત નેતા તરીકે જોવામાં આવ્યા હતા.

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય

બીકાનેરના રહેવાસી ગેંગસ્ટર રોહિત ગોદારાએ Sukhdev Singh ની હત્યાની જવાબદારી લીધી છે. ગેંગસ્ટર રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો જ સભ્ય છે. આ હુમલા બાદ રાજસ્થાન સરકાર અને સ્થાનિક પ્રશાસન પર 5 મોટા સવાલો ઉઠી રહ્યા છે. હત્યાના સમાચાર મળતા જ જયપુરના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે.

સુખદેવસિંઘને મળી હતી ધમકી

Sukhdev Singh ને ઘણા સમયથી તેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. સુખદેવસિંઘે ઘણી વખત રાજ્ય સરકાર પાસે સુરક્ષાની માગ કરી હતી. પરંતુ ગેહલોત સરકારે તેમની માગને ધ્યાને ન લેતા આ ઘટના સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રશાસન સામે સૌથી મોટો પડકાર

હાલમાં રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી છે. કરણી સેનાએ પ્રશાસનને હુમલાખોરોની ધરપકડ કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હશે.

આ પણ વાંચો: CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે અવસાન; સહ-અભિનેતા અને નજીકના મિત્ર દયાનંદ શેટ્ટી પુષ્ટિ કરે છે


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments