મણિધર મોગલ.. કબરાઉ.. ભચાઉથી દૂધઈ માર્ગમાં વચ્ચે કબરાઉ ગામ સ્થિત છે. પ્રાચીન અને વિશાળ, ઘેઘૂર વૃક્ષોની વચ્ચે મણિધર મોગલ માતાજી વર્ષોથી બિરાજમાન છે. દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો અહી દર્શન કરવા આવે છે.
ગુજરાતનાં કચ્છ જિલ્લામાં અનેક તીર્થધામ અને પ્રાચીન મંદિરો આવેલા છે. બધા મંદિરોની વિભિન્ન વિશેષતાઓ છે. ભચાઉ તાલુકાના કબરાઉ સ્થિત મણિધર મોગલમાંના ધામે દર મંગળવારના ભક્તો આવે છે ને માતાજીને લાપશીનો પ્રસાદ ધરાવે છે. મંદિરમાં હજારો લોકોને કોઈ પણ નાતજાતના ભેદભાવ વિના જ પ્રસાદ આપવામાં આવે છે. તમામ સમુદાયના લોકો મંદિરમાં એક સાથે જ દર્શન કરવા આવે છે. માં મોગલના પરચા અપરંપાર છે, જે દિન દુખિયાના દુઃખ દૂર કરે છે, ઘેધૂર વડના ઝાડમાં પ્રગટેલા મણિધર મોગલ માતાજીના ઈતિહાસ પર એક નજર કરીએ… મંદિરમાં બિરાજમાન મોગલકુળના ચારણ ઋષિ બાપુ વર્ષો પૂર્વે કબરાઉ આવ્યા હતા, હાલ જ્યાં મંદિર છે ત્યાં કોઈ વ્યક્તિ જતાં ડરતું હતું. પરંતુ મોગલ માતાજીએ વિરાટ સ્વરૂપે બાપુને દર્શન આપ્યાં. ત્યારે બાપુએ મણિધર મોગલ પાસે લોકોના દુખ દુર કરવાનું નિમિત્ત બનાવજે તેવા આશીર્વાદ માગ્યાં હતા, બસ ત્યારથી માં મોગલની કૃપાથી આજ સુધી બાપુ લોકોમાં અંધશ્રદ્ધા અને દુખ દુર કરતા આવ્યા છે.. હાલ તો કબરાઉ ધામ આસ્થા અને વિશ્વાસનું સરનામું બની ગયું.
24 કલાક ખુલ્લુ રહેતા આ આસ્થાના દરબારમાં આજ સુધી કોઈ ભક્તજન માં મોગલના દર્શન કર્યા વગર પરત ફર્યો નથી.. ધામમાં દર મંગળવારે ભક્તો દ્વારા ગાયમાતાની સેવા કરવામાં આવે છે. ધામને કોઈ જ ટ્રસ્ટ કે સમિતિ દ્વારા ચલાવવામાં નથી આવતું. મંદિરમાં કોઈ પણ પ્રકારની ભેટ કે સોગાદ સ્વીકારવામાં નથી આવતી. મંદિરમાં મંગળવાર, ગુરુવાર અને રવિવારે આઠથી દસ હજાર લોકોને પ્રસાદ આપવામાં આવે છે. બાકીના દિવસોમાં 200 થી 250 જેટલા લોકોને પ્રસાદ આપવામાં આવે છે. માતાના દરબારમાં રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.

કબરાઉ સ્થિત મોગલ ધામ ફક્ત કચ્છના જ નહિ દેશ વિદેશના ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. માંના ચરણોમાં શીશ નમાવવા ભક્તોની બઈહદ ઉમટી પડે છે. મોગલમાના ધામમાં કોઈ દાનપેટી જ નથી.આવનાર બધા દર્શનાર્થી માતાના આશીર્વાદ લઈને જાય છે. અહિયાં કોઈ પણ પ્રકારની ભેટ સ્વીકારવામાં નથી આવતી. માં મોગલ ચારણ સમાજના દીકરી કહેવાય છે. જે લોકોની ગંભીર બીમારીઓ ડૉક્ટરો નથી મટાડી શકતાં તે બીમારીઓ માતાની કૃપાથી મટી જાય છે. માતાના ચમત્કારના કિસ્સાઓ વિશ્વ વિખ્યાત છે. બધા શ્રદ્ધાળુઓની માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે.
કબરાઉ મોગલધામાં મોગલકુળના ચારણ ઋષિ બાપુ લોકોને જીવનનો સાચો માર્ગ બતાવે છે. બાપુ ભક્તજનોને એક જ વાત કહેતા હોય છે કે તમે જે પણ આપો, તે તમારા પરિવારને આપો, મંદિરને નહીં… બાપુએ અનેક લોકોને વ્યસન મુક્ત કરી નવું જીવન જીવવા પથ બતાવ્યો છે.. મણિધર મોગલ પર લોકોને અપાર શ્રધ્ધા હોવાથી લોકો માં મણિધર મોગલના દર્શને આવીને પરમ શાંતિની અનુભૂતિ કરે છે.