ગાંધીનગર લોકસભા બેઠક દેશની સૌથી ચર્ચિત લોકસભા બેઠકોમાંથી એક છે. ઘણા દિગ્ગજો આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. હાલના સમયમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અહીંથી સાંસદ છે. ગત ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક કોંગ્રેસના પૂર્વ નેતા સી.જે. ચાવડા હાર્યા હતા, જે અત્યારે ભાજપમાં જોડાયા છે. Amit Shah 66.08 ટકા મતે જીત્યા અને 5,57,014 મતના માર્જીનથી જીત મેળવી.
ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ જીત સૌથી મોટી જીત માનવામાં આવે છે. અમિત શાહ મોદી સરકારમાં નંબર 2 છે. તેથી તેમને આસાન મનાતી ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે જેથી તેઓ દેશના અન્ય વિસ્તારોમાં પણ ચૂંટણી અભિયાન અને વ્યવસ્થાપનમાં ધ્યાન આપી શકે.
અમિત શાહ: ગાંધીનગર લોકસભા બેઠક
1967માં ગાંધીનગર બેઠક અસ્તિત્વમાં આવી હતી. પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારો પૈકી એક છે ગાંધીનગર. પૂર્વ વડાપ્રધાન, પૂર્વ નાયબ વડાપ્રધાન અહીંથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી ચૂંટાયા હતા. 1996માં અટલ બિહારી વાજપેયી લડ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી પણ સાંસદ રહી ચૂક્યા છે. 1991થી રાષ્ટ્રીય વર્સિસ સ્થાનિક નેતાનો જંગ થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રીની રાજકીય સફર
અમિત શાહ 1987માં ભાજપમાં જોડાયા હતા. 1987માં તેમને ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય બનાવવામાં આવ્યા. Amit Shah ને પહેલી મોટી રાજકીય તક 1991માં મળી. તેમને ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર હાથ ધર્યો. બીજી તક 1996માં આવી, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. 1989 અને 2014ની વચ્ચે રાજ્યમાં 42 મોટી અને નાની ચૂંટણીઓ લડી. અમિત શાહ આજ દિન સુધી એક પણ ચૂંટણીમાં હાર્યા ન હતા.
આ પણ વાંચો: 07 તબક્કામાં ચૂંટણી, 04 જૂને પરિણામ