ભારતીય રેલવેમાં મોટાપાયે ભરતીની જાહેરાત આવી છે. રેલવે ભરતી વિભાગે ગેટમેનની ઘણી જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. આ ભરતી પરીક્ષા આપવા માગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી પોતાની અરજી કરી શકે છે. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત માત્ર ધોરણ 10 પાસ રાખવામાં આવેલ છે.
રેલવેની આ ભરતી માટે કુલ 323 જગ્યાઓ છે. લખનઉ અને ઇજ્જતનગર ડિવિઝનમાં ગેટમેનની જગ્યાઓ પર ભરતી થવાની છે. એટલું જ નહીં અરજી કરનારા ઉમેદવારો પાસેથી કોઇ ફી પણ નહીં લેવામાં આવે. ભરતી અભિયાન હેઠળ આ ભરતી કરવામાં આવી રહી છે. જો પસંદગી પામેલા ઉમેદવારોનું કામ સંતોષકારક નહીં જણાય તો કરારનો સમયગાળો સમાપ્ત કરવામાં આવશે.