Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeNATIONALબિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 6ના મોત, 100થી વધુ ઘાયલ

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 6ના મોત, 100થી વધુ ઘાયલ

અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. 100 થી વધુ લોકો ઘાયલ છે. મૃત્તકનો આંકડો હજુ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Share:

બિહારના બક્સર જિલ્લામાં ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. રઘુનાથપુર રેલવે સ્ટેશન પર નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

બિહારમાં મોટો ટ્રેન દુર્ઘટના અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઘટના દાનાપુર બક્સર રેલ વિભાગની છે જ્યાં રઘુનાથપુર રેલવે સ્ટેશન ની નજીક બુધવારે મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં 12 5 0 6 ડાઉનલોડ ઈસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પટરી પરથી ઉતરી ગયા એક ડબ્બા બીજા ડબ્બા ઉપર ચડી ગયા ભોજપુરના એસપી પ્રમોદ કુમારે આ દુર્ઘટનામાં હજી સુધી 6 લોકોના મોતની ખરાઈ કરી છે.જ્યારે રેલવે સૂત્રોનું કહેવું છે કે બારથી વધુ ડબ્બાઓ પટરી પરથી ઉતર્યા હોવાની આશંકા છે. દુર્ઘટના લગભગ 100 કરતાં પણ વધુ મુસાફરો જાગ્રસ્ત થયા છે રેલવે અનેથાણીયા પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક ધોરણે દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલ્વે સ્ટેશન પર નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેનની એક બોગી પલટી ગઈ અને બે એસી કોચ પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માત રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે થયો હતો. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. 100 થી વધુ લોકો ઘાયલ છે. મૃત્તકનો આંકડો હજુ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ અકસ્માતનો ભોગ બની હતી. આ ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ 20 ઘાયલોને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, જેમાં 2 એસી કોચનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે થયો હતો. માહિતી મળતા જ રેલવે વિભાગના અધિકારીઓ અને રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આ ઘટનાના કારણો જાણવા મળ્યા નથી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી.

ઉત્તર રેલવે દ્વારા માહિતી આપવામાં આવી છે કે આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે રાત્રે 9.35 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા હતા.

હેલ્પલાઇન નંબર
PNBE – 9771449971
DNR – 8905697493
ARA – 8306182542
COML CNL – 7759070004


બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આ અકસ્માત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું, ‘દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી ટ્રેનને બક્સર પાસે અકસ્માત થયો છે. ડીએમ અને મેડિકલ ઓફિસરો સિવાય મેં અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી છે. એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે. લોકોના જીવ બચાવવા અને ઘાયલોને સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બક્સરના એસપી મનીષ કુમારે માહિતી આપી છે કે અકસ્માતગ્રસ્ત બોગીમાંથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘણા લોકો ઘાયલ પણ છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અન્ય કોચની પણ શોધ કરવામાં આવી રહી છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments